Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી IPLમાં સતત ત્રણ હાર બાદ જીત્યું:રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું; રાહુલ-નિસાંકાની ફિફ્ટી, સ્ટાર્કે 3 વિકેટ ઝડપી

    1 day ago

    દિલ્હી કેપિટલ્સને IPLની વર્તમાન સીઝનમાં સતત ત્રણ હાર બાદ જીત મળી છે. ટીમે શુક્રવારે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું. જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં દિલ્હીએ 226 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ટૉસ જીતીને બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ પર 225 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઓપનર્સે 110 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ રન ચેઝને સરળ બનાવી દીધો હતો. રાહુલ અને નિસાંકાએ ફિફ્ટી ફટકારી દિલ્હી તરફથી કેએલ રાહુલે 40 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. રાહુલના ઓપનિંગ પાર્ટનર પથુમ નિસાંકાએ 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. રિયાન સદી ચૂક્યા, જુરેલ-ફરેરા ફિફ્ટી ચૂક્યા કેપ્ટન રિયાન પરાગે 90 રનની ઇનિંગ રમી હતી. 50 બોલની આ ઇનિંગમાં રિયાને 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ધ્રુવ જુરેલ સાથે મળીને 100+ રનની ભાગીદારી નોંધાવી હતી. જુરેલે 42 રન બનાવ્યા હતા. અંતમાં ડોનેવાન ફરેરાએ 14 બોલમાં 6 છગ્ગાની મદદથી અણનમ 47 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. કાઇલ જેમીસન, અક્ષર પટેલ અને ટી નટરાજનને એક-એક વિકેટ મળી હતી.
    Click here to Read More
    Previous Article
    50-year-old dies after J-K bridge collapse leaves workers trapped under debris
    Next Article
    Surendranagar Accident News | વડોદ ગામે ઉભેલી ટ્રકની પાછળ ઘુસ્યું ટેન્કર | Road Accident News

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment