Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોહલીની IPL કરિયરની 67મી ફિફ્ટી:સતત બે મેચમાં ઝીરોમાં આઉટ થયા પછી ફરી ફોર્મ મેળવ્યું; કાર્તિક ત્યાગીએ પડિકલને પણ આઉટ કર્યો

    1 day ago

    IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. બેંગલુરુએ રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા છે. કોલકાતા માટે અંગક્રિશ રઘુવંશીએ સૌથી વધુ 46 બોલમાં 71 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સામેલ હતા. અંતમાં રિંકુ સિંહે ઝડપી બેટિંગ કરતા 29 બોલમાં અણનમ 49 રન બનાવ્યા. શરૂઆતમાં ફિન એલને 8 બોલમાં 18 રનની તોફાની ઇનિંગ રમી, જ્યારે કેપ્ટન અજિંક્ય રહાણેએ 13 બોલમાં 19 રન બનાવ્યા. કેમરૂન ગ્રીને પણ 24 બોલમાં 32 રનનું યોગદાન આપ્યું. બેંગલુરુ તરફથી ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને રાસિખ સલામ ડારને 1-1 વિકેટ મળી. બન્ને ટીમની પ્લેઇંગ-11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): જેકબ બેથેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, વેંકટેશ અય્યર, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રાસિખ સલામ ડાર, જેકબ ડફી અને જોશ હેઝલવુડ. ઇમ્પેક્ટ પ્લેયર: દેવદત્ત પડિકલ. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી. ઇમ્પેક્ટ પ્લેયર: સૌરભ દુબે.
    Click here to Read More
    Previous Article
    ‘It wasn’t my finest moment’: Soha Ali Khan recalls terrifying 4 am break-in, calls herself a ‘phattu’ while Kunal Kemmu fought back; expert reveals the impact of such incidents
    Next Article
    વઢવાણ રેલવે મેદાનમાં ખજુરિવાળા મેલડી માતાજીના લાભાર્થે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટ:રાધિકા 11ની ટીમે 9 વિકેટે 86 રન બનાવ્યા, અમિત 11 ટીમને 87 રનનો ટાર્ગેટ; મેચ જોવા લોકો ઉમટ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment