Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં મુંબઈનો સૌથી મોટો રન ચેઝ:લખનઉને 6 વિકેટે હરાવ્યું; રોહિત-રિકેલ્ટને શાનદાર ફિફ્ટી ફટકારી

    1 day ago

    મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં પોતાનો સૌથી વધુ રન ચેઝ કર્યો છે. ટીમે સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો. ચાલુ સિઝનમાં સતત ત્રણ હાર બાદ ટીમે જીતનો સ્વાદ ચાખ્યો. વાનખેડે સ્ટેડિયમ ખાતે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા. મુંબઈએ 18.4 ઓવરમાં 4 વિકેટે 229 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. વિલ જેક્સે આવેશ ખાનના બોલ પર છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. રોહિત અને રિકેલ્ટનની અડધી સદી, બંને માટે 143 રનની ભાગીદારી ઓપનરો એ રન ચેઝમાં મુંબઈને વિસ્ફોટક શરૂઆત અપાવી. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને 65 બોલમાં 143 રનની ઓપનિંગ ભાગીદારી કરી. રોહિત શર્માએ 44 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા. જ્યારે રાયન રિકેલ્ટને 32 બોલમાં 83 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે. નિકોલસ પૂરને 16 બોલમાં ફિફ્ટી ફટકારી નિકોલસ પૂરને 63 રનની જોરદાર ઇનિંગ રમી. જેમાં એક ચોગ્ગો અને આઠ છગ્ગાનો સમાવેશ થાય છે. તેણે ઓપનર મિશેલ માર્શ સાથે 35 બોલમાં 94 રનની ભાગીદારી કરી. માર્શ 44 રન બનાવીને આઉટ થયો. એઇન માર્કરમે અણનમ 31 રન બનાવ્યા, જ્યારે હિંમત સિંહે અણનમ 40 રન બનાવ્યા. કોર્બિન બોશે બે વિકેટ લીધી. અલ્લાહ ગઝનફર, વિલ જેક્સ અને રઘુ શર્માએ એક-એક વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): રાયન રિકેલ્ટન, નમન ધીર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, વિલ જેક્સ, રાજ અંગદ બાવા, કોર્બિન બૉશ, દીપક ચાહર, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર અને રઘુ શર્મા. ઇમ્પેક્ટ ઓપ્શન્સ: રોહિત શર્મા. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): મિચેલ માર્શ, જોશ ઇંગ્લિસ, નિકોલસ પૂરન, એડન માર્કરમ, રિષભ પંત (કેપ્ટન), અક્ષત રઘુવંશી, હિંમત સિંહ, મોહમ્મદ શમી, મોહસિન ખાન, આવેશ ખાન અને પ્રિન્સ યાદવ. ઈમ્પેક્ટ ઓપ્શન્સ: એમ. સિદ્ધાર્થ.
    Click here to Read More
    Previous Article
    Hemanta Biswa on Assam Election Win : असम में जीत हिमंता बिस्वा सरमा का विस्फोटक बयान IBreaking
    Next Article
    'Bengal Revolted, Day Of Liberation': BJP Leader Swapan Dasgupta To NDTV

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment