Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોહિત મુંબઈ માટે આજે કમબેક કરી શકે છે:IPLમાં હૈદરાબાદ સામે મેચ; ઈન્ડિયન્સે સનરાઇઝર્સ સામે 56% મેચ જીતી છે

    9 hours ago

    IPL 2026ની 41મી મેચમાં આજે મુંબઈ ઇન્ડિયન્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થશે. વાનખેડે સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચમાં રોહિત શર્માની વાપસી થઈ શકે છે. આ સીઝનમાં મુંબઈને 7માંથી 5 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં નવમાં સ્થાને છે. બીજી તરફ હૈદરાબાદ સારા ફોર્મમાં છે. ટીમ સતત ગત 4 મેચ જીતીને ટેબલમાં ત્રીજા સ્થાને છે. મુંબઈએ 14 મેચ જીતી બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 25 મેચ રમાઈ છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સનું પલડું ભારે છે. મુંબઈએ 14 મેચમાં જીત મેળવી છે, જ્યારે હૈદરાબાદને 10 મેચમાં સફળતા મળી છે. બંને વચ્ચે એક મેચ ટાઈ પણ રહી છે, જે મુંબઈએ સુપર ઓવરમાં જીતી હતી. બંને ટીમ વાનખેડેમાં 9 વાર સામસામે આવી છે. આ દરમિયાન 7 મેચમાં MI અને 2માં SRHને જીત મળી છે. મુંબઈ માટે તિલક-અશ્વનીનું પ્રદર્શન મુંબઈ ઇન્ડિયન્સ તરફથી તિલક વર્માએ મિડલ ઓર્ડરમાં મજબૂતી બતાવી છે. તેણે 7 મેચમાં 170.75ના સ્ટ્રાઈક રેટથી 181 રન બનાવ્યા છે. બોલિંગમાં અશ્વની કુમારે ઓછી મેચમાં મોટો પ્રભાવ પાડ્યો છે. તેણે માત્ર 2 મેચમાં 6 વિકેટ લીધી છે. અભિષેક સીઝનનો ટૉપ સ્કોરર સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ સીઝનમાં અભિષેક શર્મા શાનદાર ફોર્મમાં છે. તેણે 8 મેચમાં 212.29ની સ્ટ્રાઈક રેટથી 380 રન બનાવ્યા છે, જેમાં 3 ફિફ્ટી અને 1 સદી સામેલ છે. અભિષેક ટીમની સાથે સીઝનનો પણ ટૉપ સ્કોરર છે. બીજી તરફ, બોલિંગમાં ઈશાન મલિંગા ટીમનું મુખ્ય હથિયાર સાબિત થયો છે. મલિંગાએ 8 મેચમાં 14 વિકેટ ઝડપી છે. આ સીઝનમાં અહીં પાંચમી મેચ રમાશે વાનખેડે સ્ટેડિયમને બેટર્સ માટે સ્વર્ગ માનવામાં આવે છે. અહીંની પીચ તેમને ખૂબ માફક આવે છે. અહીંની બાઉન્ડરી અન્ય સ્ટેડિયમની સરખામણીમાં થોડી નાની છે. અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળે છે. અહીં અત્યાર સુધી IPLની 127 મેચ રમાઈ છે. 59 મેચમાં પહેલી ઇનિંગમાં બેટિંગ કરનાર ટીમ અને 68માં ચેઝ કરનાર ટીમની જીત થઈ છે. આ સીઝનમાં અહીં 4 મેચ રમાઈ છે, જેમાંથી 3 મેચમાં 200+ સ્કોર બન્યા છે. વરસાદની કોઈ શક્યતા નથી 29 એપ્રિલે મુંબઈનું હવામાન સંપૂર્ણપણે ચોખ્ખું રહેશે. અહીં મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાનું અનુમાન છે. વરસાદની કોઈ શક્યતા નથી. બન્ને ટીમની પોસિબલ પ્લેઇંગ-12 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, સાકિબ હુસૈન, પ્રફુલ્લ હિંગે, ઈશાન મલિંગા અને ટ્રેવિસ હેડ. મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ, અલ્લાહ ગઝનફર, અશ્વની કુમાર અને રોહિત શર્મા.
    Click here to Read More
    Previous Article
    મનદુરસ્તી:સ્વ-ઘોષિત સુલતાનોની સાયકોલોજી
    Next Article
    After 31 Years In Jail, Rajiv Gandhi Case Convict Turns Lawyer At Madras Court

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment