Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદ IPLમાંથી બહાર, રાજસ્થાનની 47 રનથી જીત:વૈભવે 29 બોલમાં 97 રન ફટકાર્યા; આર્ચરે 3 વિકેટ ઝડપી; હવે ક્વોલિફાયર-2માં GT vs RR વચ્ચે મેચ

    4 दिन पहले

    સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ IPL 2026માંથી બહાર થઈ ગઈ છે. એલિમિનેટર મેચમાં રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને 47 રનથી હાર આપી દીધી છે. હવે 29 મેના રોજ ન્યૂ ચંદીગઢ ખાતે રમાનારી ક્વોલિફાયર-2 મેચમાં રાજસ્થાનનો સામનો ગુજરાત ટાઇટન્સ સામે થશે. આ મેચમાં વિજેતા બનનારી ટીમ 31 મેના રોજ અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ફાઈનલ જંગ રમશે. મુલ્લાનપુરના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાન રોયલ્સે પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 243 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ 19.2 ઓવરમાં 196 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 97 રન બનાવ્યા વૈભવ સૂર્યવંશીએ માત્ર 29 બોલમાં 334.48ની સ્ટ્રાઈક રેટથી 97 રન બનાવ્યા. તેણે ઇનિંગ્સમાં 12 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકાર્યા. વૈભવ એક IPL સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર પણ બન્યો. તેણે ક્રિસ ગેલનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. ગેલે 2012માં 59 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે સૂર્યવંશી આ સિઝનમાં 65 સિક્સ ફટકારી ચૂક્યો છે. ધ્રુવ જુરેલે પોતાની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી. તેણે 20 બોલમાં ફિફ્ટી પૂરી કરી. જુરેલ 51 રન બનાવીને આઉટ થયો. તેની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગા શામેલ હતા. જ્યારે, હૈદરાબાદ માટે પ્રફુલ હિંગેએ સૌથી વધુ 3 વિકેટ લીધી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ હિંગે. ઇમ્પેક્ટ પ્લેયર: સલિલ અરોરા. રાજસ્થાન રોયલ્સ (RR): યશસ્વી જયસવાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવીન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા અને બ્રિજેશ શર્મા. ઇમ્પેક્ટ પ્લેયર: સુશાંત મિશ્રા.
    Click here to Read More
    Previous Article
    RR vs SRH Match Live: Vaibhav ने तोड़ दिए कई रिकॉर्ड,Rajasthan को ऐसे मिली जीत ! |
    Next Article
    Shamita Shetty Slams Troll For Questioning Her Single Status At 47: 'Aapne Shaadi Karke Kya Ukhaad Liya'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment