Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોથી વખત IPL ફાઇનલ અમદાવાદમાં રમાશે:વિવાદના લીધે બેંગલુરુથી મોદી સ્ટેડિયમમાં શિફ્ટ કરાઈ, ધર્મશાલા-ચંદીગઢમાં રમાશે નોકઆઉટ; 31મી મેએ ફાઇનલ

    3 days ago

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ના પ્લેઓફ મુકાબલાઓનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. તેની શરૂઆત 26 મેના રોજ ક્વોલિફાયર-1 મુકાબલાથી થશે. ટુર્નામેન્ટની ફાઇનલ 31 મેના રોજ અમદાવાદમાં રમાશે. ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) એ મંગળવારે પ્લેઓફ મુકાબલાઓની વિગતો જાહેર કરી. IPL 2026માં 5 મે સુધીમાં 48 મેચ રમાઈ ચૂકી છે. પ્લેઓફ મુકાબલાઓ 70 મેચ પછી રમાશે. અમદાવાદમાં સતત બીજા વર્ષે ફાઇનલ મુકાબલો સીઝનનો ગ્રાન્ડ ફિનાલે 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. મોદી સ્ટેડિયમ સતત બીજા વર્ષે ખિતાબી મુકાબલાની મેજબાની કરશે. IPL 2025ની ફાઇનલ પણ અહીં જ રમાઈ હતી, જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ પંજાબ કિંગ્સને હરાવીને ટ્રોફી જીતી હતી. આ પહેલાં 2022 અને 2023માં પણ IPL ફાઇનલ અમદાવાદમાં રમાઈ હતી. આમ આ ચોથી વખત IPL ફાઇનલ અમદાવાદમાં રમાઈ રહી છે. ધર્મશાલામાં ક્વોલિફાયર-1, ચંદીગઢને 2 મેચની યજમાની મળી IPL 2026ની પહેલી પ્લેઓફ એટલે કે ક્વોલિફાયર-1 ધર્મશાલાના HPCA (એચપીસીએ) સ્ટેડિયમમાં 26 મેના રોજ રમાશે. તેમાં પોઈન્ટ્સ ટેબલની ટોપ-2 ટીમો સામસામે હશે. ત્યારબાદ ટુર્નામેન્ટ ચંદીગઢના ન્યૂ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં શિફ્ટ થશે. અહીં 27 મેના રોજ એલિમિનેટર અને 29 મેના રોજ ક્વોલિફાયર-2ની મેચો રમાશે. બેંગલુરુથી અમદાવાદ શા માટે શિફ્ટ થઇ ફાઇનલ? આ વર્ષે પ્લેઓફ માટે ત્રણ અલગ-અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે. પહેલા ફાઇનલની યજમાની બેંગલુરુને આપવામાં આવી હતી. જોકે, સ્થાનિક એસોસિએશન અને અધિકારીઓની કેટલીક એવી માંગણીઓ હતી જે BCCIના પ્રોટોકોલ અને ગાઇડલાઇન્સના દાયરાની બહાર હતી. આ જ કારણે સ્થળ બદલવું પડ્યું અને અમદાવાદને ફાઇનલની જવાબદારી સોંપવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    His own coaching centre shut down during Covid. To recover the loss, he plotted UPSC coach kidnapping
    Next Article
    સોનું ₹3 હજાર વધીને ₹1.51 લાખ પર પહોંચ્યું:આ વર્ષે ₹18 હજાર મોંઘુ થયું, ચાંદી આજે ₹6 હજાર વધીને ₹2.46 લાખ પ્રતિ કિલોએ પહોંચી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment