Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંજાબે IPLનો સૌથી મોટો ટાર્ગેટ ચેઝ કર્યો:સાત બોલ બાકી રાખીને 265 રન બનાવ્યા, 'સરપંચ' શ્રેયસની વિસ્ફોટક 71 રનની ઇનિંગ; રાહુલના 152 રન પાણીમાં

    4 days ago

    પંજાબ કિંગ્સે IPL 2026માં સતત સાતમી જીત નોંધાવી છે. ટીમે રવિવારે દિલ્હી કેપિટલ્સને 6 વિકેટે હરાવ્યું. દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 2 વિકેટે 264 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 265 રનનો લક્ષ્યાંક 18.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ IPL ઇતિહાસનો સૌથી મોટો સફળ રન ચેઝ છે. રાહુલ IPLમાં 150+ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો દિલ્હીના કે.એલ. રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 152 રન બનાવ્યા, જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ અભિષેક શર્મા (141 રન) ના નામે હતો, જે તેણે ગત સિઝનમાં પંજાબ સામે બનાવ્યો હતો. નીતિશ રાણાએ પણ શાનદાર 91 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશીપ થઈ હતી. એન્ગિડીને ગંભીર ઈજા, એમ્બ્યુલન્સમાં મેદાનની બહાર લઈ જવામાં આવ્યો ત્રીજી ઓવરમાં મેચ દરમિયાન એક ચિંતાજનક ઘટના બની. અક્ષર પટેલના ફૂલ લેન્થ બોલ પર પ્રિયાંશ આર્યએ શોટ રમ્યો, બોલ હવામાં ગયો અને મિડ-ઓફથી લુંગી એન્ગિડી કેચ પકડવા માટે પાછળની તરફ દોડ્યો. કેચ જજ કરવામાં થયેલી ભૂલને કારણે તેઓ પાછળની તરફ પડી ગયો અને તેનું માથું જોરથી જમીન સાથે અથડાયું. પડતાની સાથે જ તેણે તરત જ પોતાનું માથું પકડી લીધું અને થોડીવાર સુધી મેદાન પર જ સૂઈ રહ્યા. મેડિકલ ટીમે તરત જ પહોંચીને તેની સારવાર શરૂ કરી. સારી વાત એ રહી કે એન્ગિડી હોશમાં હતો અને વાત કરી શકતો હતો, પરંતુ સાવચેતીના ભાગરૂપે તેમને સ્ટ્રેચર પર લઈ જવામાં આવ્યો. સ્થિતિની ગંભીરતાને જોતા એમ્બ્યુલન્સ પણ મેદાન પર બોલાવવામાં આવી અને તેને બહાર લઈ જવામાં આવ્યો. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Agreeing to disagree: India is using calibrated ambiguity to keep BRICS together
    Next Article
    વૈભવ સૂર્યવંશીએ પહેલી ઓવરમાં સતત ચાર છગ્ગા ફટકાર્યા:યશસ્વી જયસ્વાલ આઉટ; SRH માટે પેટ કમિન્સ પરત ફર્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment