Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL-2026નો પહેલો ડબલ હેડર આજે:દિવસની પહેલી મેચમાં દિલ્હીનો સામનો મુંબઈ સામે, MI સાથે જોડાયો કિવી કેપ્ટન મિશેલ સેન્ટનર

    6 days ago

    IPLમાં 19મી સીઝનની પહેલી ડબલ હેડર આજે રમાશે. પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી થશે, જેનો ટૉસ 3 વાગ્યે થવાનો છે. ન્યૂઝીલેન્ડની T20 અને વન-ડે ટીમના કેપ્ટન મિચેલ સેન્ટનર મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાઈ ગયો છે. અંગત કારણોસર તે પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તે આજે અલ્લાહ ગઝનફરની જગ્યા લઈ શકે છે. દિવસનો બીજો મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી થશે. પ્રથમ મેચનું પ્રિવ્યૂ દિલ્હી સામે મુંબઈ આગળ મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધી 37 મેચ રમાય છે, જેમાં મુંબઈનું પલડું ભારે રહ્યું છે. મુંબઈએ 21 મેચ જીતી છે, જ્યારે દિલ્હીને 16માં જીત મળી છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં બંને ટીમ વચ્ચે 13 મેચ રમાઈ છે. દિલ્હી કેપિટલ્સે 7 અને મુંબઈ ઈન્ડિયન્સે 6 મેચ જીતી છે. પોતાના હોમગ્રાઉન્ડ પર પણ દિલ્હીને મુંબઈ તરફથી જોરદાર ટક્કર મળે છે. બંને વચ્ચે ગત સીઝનમાં 2 મેચ રમાઈ હતી અને તે બંને મુંબઈએ જીતી હતી. બંને ટીમે પોતાની પહેલી મેચ જીતી બંને ટીમે સીઝનની શરૂઆત જીત સાથે કરી છે. દિલ્હી કેપિટલ્સે પોતાની પ્રથમ મેચમાં લખનઉ સુપરજાયન્ટ્સ સામે 142 રન ચેઝ કરીને સરળ જીત નોંધાવી હતી. બીજી તરફ, મુંબઈ ઈન્ડિયન્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 221 રનનો મોટો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી લીધો હતો. પ્રથમ મેચમાં મુંબઈના બેટર્સનું શાનદાર પ્રદર્શન કોલકાતા સામે મુંબઈ તરફથી રાયન રિકેલ્ટને શાનદાર બેટિંગ કરતા 43 બોલમાં 81 રન બનાવ્યા હતા, જ્યારે રોહિત શર્માએ 38 બોલનો સામનો કરતા 78 રન બનાવ્યા હતા. બંને વચ્ચે 11.5 ઓવરમાં 148 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી. જોકે, બોલરોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. અલ્લાહ ગઝનફરને સ્પિનર તરીકે પ્લેઇંગ-11માં જગ્યા આપવામાં આવી હતી, પરંતુ તે ઘણા મોંઘા સાબિત થયો હતો. તેણે 4 ઓવરમાં 51 રન ખર્ચ્યા હતા. તો મયંક માર્કંડે પાસે કેપ્ટન હાર્દિકે માત્ર એક જ ઓવર કરાવી હતી, જેમાં તેણે 16 રન આપ્યા હતા. લખનઉ સામે રિઝવીએ અણનમ 70 રન બનાવ્યા હતા લખનઉ સામે દિલ્હી કેપિટલ્સની જીતમાં સમીર રિઝવીની મહત્વની ભૂમિકા રહી. ઈમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરેલા સમીરે 47 બોલ પર અણનમ 70 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ હતા. ટ્રિસ્ટન સ્ટબ્સે 32 બોલનો સામનો કરીને અણનમ 39 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં થંગારસુ નટરાજને 3 વિકેટ ઝડપી હતી. નાની બાઉન્ડરીને કારણે હાઈ-સ્કોરિંગ મુકાબલાની આશા અરુણ જેટલી સ્ટેડિયમ બેટર્સને માટે મદદરૂપ સાબિત થાય છે. અહીંની સ્ક્વેર બાઉન્ડરી નાની છે. ફાસ્ટ બોલરોને શરૂઆતમાં સ્વિંગ મળી શકે છે, પરંતુ મેચની વચ્ચે પીચ સ્પિનર્સ માટે ધીમી થઈ જાય છે. મેચ દિવસ દરમિયાન રમાશે, તેથી ઝાકળની અસર રહેશે નહીં. અહીં રમાયેલી 97 મેચમાંથી 49માં ચેઝ કરનાર ટીમ જીતી છે. ૪૭માં પ્રથમ બેટિંગ કરનાર ટીમને જીત મળી છે. જ્યારે 1 મેચનું પરિણામ આવ્યું નહોતું. અહીંનો હાઈએસ્ટ ટીમ સ્કોર 278/3 છે, જે ગત સીઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે બનાવ્યો હતો. દિલ્હીમાં આજે વરસાદની 55% શક્યતા દિલ્હીમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે. એક્યુવેધર મુજબ, શનિવારે દિલ્હીમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે અહીં 55% વરસાદની આશંકા છે. આ દરમિયાન પવનની ગતિ 11 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનું અનુમાન છે. અહીંનું તાપમાન 20થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે. આ અગાઉ, શહેરના કેટલાક ભાગોમાં મંગળવાર અને બુધવારની રાત્રે વરસાદ પડ્યો હતો. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, થંગારસુ નટરાજન, સમીર રિઝવી. મુંબઈ ઈન્ડિયન્સ (MI): રોહિત શર્મા, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફન રધરફોર્ડ, નમન ધીર, શાર્દૂલ ઠાકુર, મયંક માર્કંડે, અલ્લાહ ગઝનફર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, સૂર્યકુમાર યાદવ.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં આજે બીજી મેચ GT vs RR:વૈભવ સામે રબાડા-સિરાજનો પડકાર; ગુજરાતે રાજસ્થાન સામે 6 મેચ જીતી
    Next Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પાકિસ્તાનમાં પેટ્રોલ 450, ડીઝલ 500ને પાર, ઇરાને અમેરિકાનું ફાઇટર જેટ અને હેલિકોપ્ટર તોડી પાડ્યાં, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment