Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતની IPL-2026માં પહેલી જીત:રોમાંચક મેચમાં દિલ્હીને એક રનથી હરાવ્યું; ગિલ-બટલર અને સુંદરની ફિફ્ટી, રાશિદને 3 વિકેટ

    1 day ago

    ગુજરાત ટાઇટન્સે IPL-2026માં પોતાની પ્રથમ જીત મેળવી છે. બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં ટીમે દિલ્હી કેપિટલ્સને એક રનથી હરાવ્યું હતું. આ સાથે જ દિલ્હીને આ સીઝનમાં પહેલી હારનો સામનો કરવો પડ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. ગુજરાતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન જ બનાવી શકી હતી. ગુજરાત તરફથી રાશિદ ખાને શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને એક-એક સફળતા મળી હતી. દિલ્હી તરફથી કેપ્ટન કેએલ રાહુલે 92 રનની લડાયક ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. છેલ્લે ડેવિડ મિલરે 20 બોલમાં નોટઆઉટ 41 રનની લડાયક ઇનિંગ રમી હતી. ગુજરાતની ઇનિંગમાં કેપ્ટન શુભમન ગિલે 45 બોલમાં 70 રન, જોસ બટલરે 27 બોલમાં 52 રન અને વોશિંગ્ટન સુંદરે 32 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું હતું. દિલ્હી તરફથી મુકેશ કુમારે બે વિકેટ જ્યારે લુંગી એન્ગિડી અને કુલદીપ યાદવે એક-એક વિકેટ ઝડપી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), ડેવિડ મિલર, વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એન્ગિડી, મુકેશ કુમાર, ટી નટરાજન. ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગિસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    IPL 2026, DC vs GT LIVE Cricket Score: Gujarat beat Delhi by 1 run
    Next Article
    ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું:લેબનોન પર ઈઝરાયલી હુમલામાં 254 લોકોના મોત બાદ નિર્ણય, ટ્રમ્પ બોલ્યા- યુદ્ધવિરામમાં હિઝબુલ્લાહ સામેલ નથી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment