Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેન્નઈ IPL-2026માં ચોથી મેચ હાર્યું:હૈદરાબાદે 10 રને હરાવ્યું, અભિષેક-ક્લાસેનની ફિફ્ટી; ઈશાન મલિંગાએ 3 વિકેટ લીધી

    1 day ago

    ચેન્નઈ સુપર કિંગ્સ IPLની વર્તમાન સીઝનમાં ચોથી મેચ હારી ગઈ છે. શનિવારના બીજા મુકાબલામાં સનરાઈઝર્સ હૈદરાબાદે તેને 10 રને હરાવ્યું હતું. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 195 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી ચેન્નઈ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 184 રન સુધી જ પહોંચી શકી હતી. આ પહેલા હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ પર 194 રન બનાવ્યા હતા. અભિષેક-ક્લાસનની ફિફ્ટી હૈદરાબાદ તરફથી અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેને 59-59 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. CSK તરફથી જેમી ઓવરટન અને અંશુલ કંબોજે 3-3 વિકેટ લીધી હતી. જ્યારે મુકેશ ચૌધરીને 2 વિકેટ મળી હતી. ઈશાન મલિંગાએ 3 વિકેટ ઝડપી હૈદરાબાદ તરફથી ઈશાન મલિંગાએ 3 વિકેટ ઝડપી હતી. તેણે મેથ્યુ શોર્ટ, સરફરાઝ ખાન અને ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન ભેગા કર્યા હતા. નીતિશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ ઝડપી હતી, જ્યારે શિવાંગ કુમાર, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગેને એક-એક વિકેટ મળી હતી. ચેન્નઈનો કોઈ બેટર 35 રન બનાવી શક્યો નહીં રન ચેઝ દરમિયાન ચેન્નઈનો કોઈ પણ બેટર 35 રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. સૌથી વધુ 34 રન મેથ્યુ શોર્ટે બનાવ્યા હતા. આયુષ મ્હાત્રેએ 30 અને સરફરાઝ ખાને 25 રનનું યોગદાન આપ્યું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.
    Click here to Read More
    Previous Article
    SRH vs CSK IPL 2026 LIVE Score: Sunrisers beat Chennai by 10 runs
    Next Article
    "Being Probed Minutely": Collector On Vedanta Boiler Blast That Killed 23

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment