Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL શેડ્યૂલ 2 ભાગમાં રિલીઝ થશે:BCCI 6 કે 7 માર્ચે શરૂઆતી મેચની તારીખો જણાવશે; બેંગલુરુમાં જ ફાઈનલ રમાશે

    1 week ago

    ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું શેડ્યૂલ 2 ભાગમાં રિલીઝ કરવામાં આવશે. IPL ગવર્નિંગ કાઉન્સિલ (GC)એ પુષ્ટિ કરી છે કે પ્રથમ ભાગનું શેડ્યૂલ 6 અથવા 7 માર્ચે જાહેર કરવામાં આવશે. સોમવારે GCએ ઓનલાઈન મિટિંગ કરી અને ચૂંટણીને કારણે 19મી સીઝનના શેડ્યૂલને 2 તબક્કામાં વિભાજીત કરવાનો નિર્ણય લીધો. બેંગલુરુમાં થશે ઓપનિંગ અને ફાઈનલ મેચ કર્ણાટક ક્રિકેટ એસોસિયેશન (KCA)ના સેક્રેટરી સંતોષ મેનને પુષ્ટિ કરી છે કે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જ ઓપનિંગ અને ફાઈનલ મેચ રમાશે. હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) આ વખતે તેની 5 હોમ મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમશે. IPLમાં પરંપરા રહી છે કે ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ, ક્વોલિફાયર-2 અને ફાઈનલ મુકાબલો ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના હોમગ્રાઉન્ડ પર રાખવામાં આવે. ગયા વર્ષની ઓપનિંગ મેચ 2024ની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સના હોમગ્રાઉન્ડ પર થઈ હતી. આ જ રીતે આ વખતે મેચ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. 28 માર્ચથી IPL શરૂ થઈ શકે છે ગયા વર્ષે ડિસેમ્બરમાં ઓક્શન દરમિયાન IPL કમિટીએ કહ્યું હતું કે ટુર્નામેન્ટ 26 માર્ચથી રમાશે. જોકે, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં આ સમયગાળા દરમિયાન વિધાનસભા ચૂંટણીઓ પણ યોજાવાની છે. બંગાળમાં KKR, તમિલનાડુમાં CSK અને આસામમાં RRની હોમ મેચ હોય છે. ચૂંટણીના કારણે તે મેચમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડશે. વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને IPL કમિટીએ નિર્ણય કર્યો કે ટુર્નામેન્ટ 26 ને બદલે 28 કે 29 માર્ચથી શરૂ થશે. શરૂઆતના તબક્કામાં CSK, KKR અને RRની હોમ મેચ ઓછી હશે, જેથી સુરક્ષામાં કોઈ મુશ્કેલી ન આવે. ત્રણેય ટીમ આ સમયગાળા દરમિયાન વધુમાં વધુ અવે મેચ રમતી જોવા મળી શકે છે. RRનું ફર્સ્ટ ચોઈસ હોમગ્રાઉન્ડ જયપુરનું સવાઈ માનસિંહ સ્ટેડિયમ છે, તેથી ટીમ સેકન્ડ હોમગ્રાઉન્ડ ગુવાહાટીની પોતાની મેચ એપ્રિલ કે મે મહિનામાં રમી શકે છે. 31 મેના રોજ ફાઈનલ રમાઈ શકે શેડ્યૂલમાં ફેરફારની શક્યતા હોવા છતાં ટુર્નામેન્ટની ફાઈનલ 31 મેના રોજ જ રમાઈ શકે. સ્પોર્ટ્સ જગતમાં મોટાભાગે મોટી મેચ અને ટાઇટલ મેચ રવિવારે હોય છે. 31 મેના રોજ રવિવાર જ છે, તેથી ફાઈનલની તારીખ બદલાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    T20 વર્લ્ડ કપને 50 કરોડથી વધુ લોકોએ જોયો:જિયો-હોટસ્ટાર પર લાઇવ સ્ટ્રીમિંગને એક સમયે સૌથી વધુ 6.05 કરોડ દર્શકોએ એકસાથે જોયું
    Next Article
    ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે અમેરિકી બજાર 400 અંક ઘટ્યું:48,501ના સ્તરે બંધ થયું; ટ્રમ્પના એક નિવેદનથી બજારમાં રિકવરી આવી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment