Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPL ફાઈનલ:અમદાવાદથી મુંબઈ વચ્ચે 2 સ્પે.ટ્રેન દોડશે

    15 hours ago

    શહેરના મોટેરા સ્ટેડિયમમાં રમાનારી આઈપીએલ ફાઈનલ મેચને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા ક્રિકેટપ્રેમીઓ અને મુસાફરોની સુવિધા માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા સાથે બે જોડી સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. મેચ દરમિયાન મુંબઈથી અમદાવાદ આવતા મુસાફરોની વધતી ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે દ્વારા આ વિશેષ ટ્રેનોનું સંચાલન 31 મે અને 1 જૂનના રોજ કરવામાં આવશે, જેનું બુકિંગ 30 મેથી તમામ રિઝર્વેશન કાઉન્ટર તેમજ આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી શરૂ થશે. અમદાવાદ-બાન્દ્રા, વટવા સ્પેશિયલ ટ્રેનની સુવિધા ટ્રેન નંબર 09044 અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ 1 જૂને અમદાવાદથી સવારે 3:50 વાગે જ્યારે ટ્રેન નંબર 09043 બાન્દ્રા ટર્મિનસ - વટવા સુપરફાસ્ટ 1 જૂને બાન્દ્રાથી રાત્રે 11:45 વાગે ઉપડશે. એસી સુપરફાસ્ટ ટ્રેનમાં શતાબ્દી રેક, વિસ્ટાડોમ હશે ટ્રેન નંબર 09021 મુંબઈ સેન્ટ્રલથી 31 મેએ સવારે 6:20 વાગે ઉપડશે. ટ્રેન નં. 09022 અમદાવાદથી 31મીએ બપોરે 3:10 વાગે ઉપડશે. શતાબ્દી રેકવાળી ટ્રેનમાં એક્ઝિક્યુટિવ અને એસી ચેરકાર, એક વિસ્ટાડોમ કોચ પણ રહેશે.
    Click here to Read More
    Previous Article
    'ગુજરાતમાં RTEના વિદ્યાર્થી દીઠ અપાતા નાણામાં વધારો કરો':આર્થિક સમૃદ્ધ પરિવારના બાળકો ખોટી રીતે પ્રવેશ મેળવતા હોવાનો આક્ષેપ, રાજ્ય ખાનગી શાળા સંચાલક મંડળની કડક SOPની માગ
    Next Article
    ભક્તોમાં નારાજગી‎:દ્વારિકાનગરીમાં જગતમંદિરના પુન: જિર્ણોદ્ધારની કામગીરી હજુ અદ્ધરતાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment