Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLમાં ચોંકાવનારી મેગા ટ્રેડ ડીલ પરથી અંતે પડદો હટ્યો:મુંબઈએ હાર્દિકનો સાથ છોડ્યો, પંડ્યા અને અર્શદીપ વચ્ચે 18 કરોડમાં અદલાબદલી થઈ

    19 hours ago

    હાર્દિક પંડ્યા અને અર્શદીપ સિંહના ટ્રેડને BCCIની મંજૂરી મળી ગઈ છે. હવે હાર્દિક પંજાબ કિંગ્સ અને અર્શદીપ મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. બંને ખેલાડીઓની IPL ફી 18-18 કરોડની રહેશે. IPLએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને ઑફિશિયલ જાહેરાત કરી છે. હાર્દિકે 2015થી 2021 સુધી સતત 7 સીઝન અને 2024થી 2026 સુધી 3 સીઝન મુંબઈ માટે રમી. આ દરમિયાન તે 2022 અને 2023માં ગુજરાત ટાઇટન્સનો હિસ્સો રહ્યો. હાર્દિક IPL 2026 બાદ પોતે જ મુંબઈની ટીમ છોડવા માંગતો હતો. હાર્દિકની કેપ્ટનશિપમાં મુંબઈનો રેકોર્ડ નબળો રહ્યો કેવો રહ્યો છે હાર્દિક અને મુંબઈનો સંબંધ? હાર્દિક અને મુંબઈ ઈન્ડિયન્સના સંબંધો પહેલા પણ ઘણા ઉતાર-ચઢાવવાળા રહ્યા છે. 2022માં મુંબઈમાંથી રિલીઝ થયા બાદ હાર્દિક ગુજરાત ટાઇટન્સમાં ગયો હતો. તેણે પોતાની પહેલી જ સીઝનમાં કેપ્ટન તરીકે ગુજરાતને IPL ચેમ્પિયન બનાવ્યું હતું. આ પછી 2024માં હાર્દિકની મુંબઈ ઈન્ડિયન્સમાં પરત ફર્યો અને તેને રોહિત શર્માની જગ્યાએ કેપ્ટન બનાવ્યો. હાર્દિકની કેપ્ટનશીપમાં મુંબઈ માટે 2024ની સીઝન ખરાબ રહી અને ટીમ છેલ્લા સ્થાને રહી. તે દરમિયાન હાર્દિકને મુંબઈના ફેન્સના હૂટિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. 2025માં ટીમ આપેલા પ્રદર્શનમાં સુધારો થયો તો લાગ્યું કે હાર્દિક અને ફેન્સ વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે, પરંતુ 2026ની ખરાબ સીઝને એક વાર ફરી તેની કેપ્ટનશીપ પર સવાલો ઊભા કરી દીધા. પહેલીવાર પંજાબ સિવાયની કોઈ બીજી ટીમ તરફથી રમશે અર્શદીપ અર્શદીપે 2019માં પંજાબ કિંગ્સ માટે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે આ જ ફ્રેન્ચાઇઝી માટે રમ્યો છે. તેણે 96 મેચમાં 111 વિકેટ ઝડપી છે. આ દરમિયાન તેની ઇકોનોમી 9.18 રહી છે. પંજાબ પાસે ભારતીય ફાસ્ટ બોલરોમાં યશ ઠાકુર અને વિજયકુમાર વૈશાખ પણ છે.
    Click here to Read More
    Previous Article
    $470,000,000,000 Wealth Wipeout: NVIDIA’s China Spy Controversy Deepens As Shares Extend Losses
    Next Article
    રોકાણકારોને મિનિટોમાં જ 4 લાખ કરોડની કમાણી:શેરબજારમાં તેજી સાથે નવા વર્ષની શરૂઆત, સેન્સેક્સમાં 1200 અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો ઉછાળો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment