Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝારખંડથી ફ્લાઈટમાં IPL જોવા નહીં, ફોન ચોરવા આવ્યા:મેચની ઓડિયન્સને ટાર્ગેટ કરી મોબાઈલ ચોરતી ટોળકીને અમદાવાદ પોલીસે દબોચી, સ્પેશિયલ બનિયાન પહેરીને ચોરી કરતા

    8 hours ago

    અમદાવાદમાં ઝોન-3 DCPના સ્કોડે મોબાઈલ ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ અલગ-અલગ રાજ્યોમાં ભીડભાડની જગ્યાએ મોબાઇલ ચોરી કરે છે. અમદાવાદમાં IPL ની મેચમાં સ્પેશિયલ ચોરી કરવા બે ચોર ફલાઇટમાં ઝારખંડથી અમદાવાદ આવ્યા હતા. આરોપીઓ પાસેથી 21 ચોરીના મોબાઇલ પણ મળી આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી બે આરોપીઓની ધરપકડ ઝોન-3 DCP રૂપલ સોલંકીના LCB સ્કોડના PSI વી.એચ રાઠોડની ટીમે બાતમીના આધાર કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રઘુ મહતો અને વિક્રમ મહતો નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 21 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.આ સાથે આધાર કાર્ડ, એરલાઈન્સની ટિકિટ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આરોપી અગાઉ ફરાર થયો ત્યારથી ટ્રેસ કરતા હતા વધુમાં તેઓએ જણાવ્યું કે, રઘુ છે એ આ અમિત મોહંતીનો બ્રધર છે. રઘુ બધાને ઓપરેટ કરીને અહીંયા લાવેલો હતો. લાસ્ટ ટાઇમ જ્યારે તે ચોરી કરવા આવ્યો ત્યારે તેને પોલીસની આવવાની ખબર પડી જતા તે ફરાર થઈ ગયો હતો. ત્યારથી અમે આ રઘુને ટ્રેસ કરતા હતા અને અત્યારે આ રઘુને 21 ચોરીના ફોન સાથે પકડવામાં સફળતા મળી છે. બેંગ્લોર અને અમદાવાદની IPL મેચમાંથી ફોનની ચોરી કરી આ લોકો ઓઢવના એક એરિયામાંથી આપણને મળ્યા અને આ બંને આ વખતે ફ્લાઈટમાં આવેલા છે. ઝારખંડથી પર્ટીક્યુલર ચોરી કરવા માટે ફ્લાઈટ કરીને આવેલા. આ લોકોની સાથે હજી એક ટેણિયો છે કે જે હજી ગુમ છે એ હજી આપણને મળ્યો નથી, ઓમકાર કરીને એનું નામ છે. બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ અને અમદાવાદમાં 4 તારીખે આઈપીએલ થઈ એની પહેલા બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એની બહારથી એમણે બે ફોન લીધેલા હતા અને આપણી જે 4 તારીખે આઈપીએલ થઈ ત્યારે પણ એમણે અહીંયાથી બે ફોન લીધેલા છે. ઝારખંડ જઈને કરતા ફોનનો સૌદો એ લોકો જ્યારે આવે છે ત્યારે આ રીતે મોટી માત્રામાં અલગ-અલગ જગ્યાએથી ફોન ચોરી કરી પોતાના ગામ જતા રહે છે પાછા અને ત્યાં જઈને એ લોકો વેચે છે. ઘણીવાર બોમ્બે જઈને પણ વેચે છે, સસ્તા ભાવે ફોન વેચી દે છે. વાત એ છે કે આ લોકો જ્યારે ફોન સ્નેચ કરે છે કે ચોરી કરે છે કોઈપણ જગ્યાએથી પછી એને સિલ્વર ફોઈલની અંદર બંધ કરીને ફોન મૂકી દે છે. એવું માને છે કે સિગ્નલ મળતા નથી એના કારણે એટલે કોઈ ફોન ટ્રાય કરે તો કોઈનો ફોન લાગે નહીં અને લોકેશન ટ્રેસ થાય નહીં. ભીડભાડવાળો એરિયા જ ચોરી માટે પસંદ કરતા ફોન ચોરી કર્યા પછી ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાના ફોનને અનલોક જ રાખતા હોય છે. તો આ લોકોએ મહેસાણાની અંદર બે ફોન ચોર્યા હતા. આ જે 21 ફોન ચોરાયા છે એમાં બેંગ્લોર IPLમાં, અમદાવાદ IPLમાં ચોર્યા છે, આણંદ જિલ્લામાંથી ચોર્યા છે, મહેસાણાથી ચોર્યા છે, અડાલજથી ચોર્યા છે એમ અલગ અલગ અનેક જગ્યાઓએથી એમને ચોર્યા છે, કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ચોર્યા છે. મોટા ભાગે ભીડભાડ વાળી જગ્યાઓ જે ખૂબ હોય ત્યાં જ એ લોકો ટ્રાય કરે છે પર્ટીક્યુલરલી IPLના કિસ્સામાં મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર-1વાળો જે એકદમ ભીડવાળો એરિયા હોય છે જ્યાં મેટ્રોમાંથી એકસાથે માણસો ઉતરે અને પછી કોઈને ખબર ના પડે એ રીતે ચોરવામાં સરળતા ના રહે એવા એરિયા આ લોકો ખાસ પસંદ કરે છે. ગીતામંદિર બસ સ્ટેન્ડ છે આવા એરિયા પણ એ લોકો ખાસ પસંદ કરે છે. ચોરેલા મોબાઈલમાંથી પૈસાની પણ ચોરી કરી આવી ચોરી થઈ જાય અને મોટી માત્રામાં ફોન ભેગા થઈ જાય પછી જગ્યા છોડી દેવાની. જ્યાં સુધી ગુજરાતમાં પણ જ્યાં જ્યાં ફરવું હોય જ્યાં જ્યાંથી ફોન કલેકટ કરવા હોય કરી લીધા પછી ભાગી જવાનું. મહેસાણામાંથી જે બે ફોન ચોરી કર્યા એ ફોન અનલોક હતા એટલે એમણે તરત જ એના ઉપર ગૂગલ પેની એપ ડાઉનલોડ કરી અને કેમકે સીમ અંદર હતું અને ફોન નંબર ચાલુ હતો એટલે SMSથી ઓટીપી પણ તરત મળી જાય એટલે એમણે સાયબર ક્રાઈમનો ઓફેન્સ પણ કરી લીધો અને એમાંથી એમણે પૈસા પણ ટ્રાન્સફર કરીને લઈ લીધા જે-તે વ્યક્તિના એકાઉન્ટમાંથી. આ પ્રકારની આ ગેંગ છે અને અત્યારે જે આપણે આના આધારે જે ઓફેન્સ રજીસ્ટર કર્યા છે એ ટોટલ 12 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે. 8થી 9 ફોન એવા છે કે જે ફોન હજી એકદમ સદંતર અનલોક કન્ડિશનમાં છે, જેમાં એના ઓનરની ખબર હાલ પડી રહી નથી એટલે એના ઓફેન્સ રજીસ્ટર કરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ જે રજીસ્ટર કર્યા છે એમાં ચાંદખેડા, મહેસાણા, અડાલજ, આણંદ ટાઉન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, બેંગ્લોર સિટી, કર્ણાટક, કાલુપુર રેલવે સ્ટેશન આવા અલગ-અલગ જગ્યાના ફોન આ લોકોએ ચોરી કરેલા છે. ગુજરી બજારની અંદર ચોરી કરેલા ફોન વેચી નાખતા નાની એમાઉન્ટ છે 4-5 હજાર જેવી એમાઉન્ટ છે પણ બંનેના ફોનમાંથી ટ્રાન્સફર કર્યા છે. આ જે ગેંગ છે મહારાજપુર કરીને મહારાજપુર બજાર પંચાયત કલ્યાણી નાયતુલા કરીને છે થાના અંચલ તાલઝારી લાગે, જિલ્લો સાહેબગંજ ઝારખંડનું આ પ્લેસ છે એટલે આ જે નાયતુલા કરીને પ્લેસ છે એની આસપાસના નાના-નાના ગામડાઓના છે આ લોકો અને એમનું એવું કહેવું છે કે, અહીંથી ફોન લઈ જઈ અને ત્યાં આગળ કોઈ એમને ત્યાં જેમ આપણે અહીંયા રવિવારી બજાર ભરાય છે એવી રીતના ત્યાં ગુજરી ભરાય છે ગુજરીની અંદર એ લોકો ફોન સસ્તા ભાવે આપી દે છે. આપણને ટ્રેસ એટલા માટે નથી થતા કારણ કે એ લોકો એની અંદર કોઈ સીમ નથી ચડાવતા જે ફોન રેડી અવેલેબલ વેચાઈ જાય છે કોઈને અને એમાં સીમ ચડે છે તો આપણને કદાચ એ ફોન મળવાની શક્યતા રહે પણ એના પાર્ટ જુદા કરી અને વેચી દે છે એટલા માટે એ ફોન ઈઝીલી ટ્રેસ થતા નથી. ત્રણ લેયરમાં આખી ચોરીની ઘટનાને અંજામ આપતા હતા એ છોકરાઓને સિમ્પલ શીખવાડ્યું છે જેમ કે કોઈ એક બસ આવે છે અને 25-30 જણને એક સાથે ચડવું છે એટલે માણસનું ચડવામાં ધ્યાન હોય. પછી ભીડભાડ વાળો એરિયા જેમ કે આઈપીએલ હોય એ વખતે મેટ્રો સ્ટેશનમાં એક સાથે 100-200 લોકો ઉતરે બધાના હાથમાં બચ્ચાઓ છે કેમકે મેચ જોવા આવ્યા હોય એટલે પોતાના બાળકો કે ઉંમર લાયક માણસોને પણ સાથે લઈને આવ્યા હોય એટલે માણસે પોતાનો ફોન આગળના કિસ્સામાં મૂક્યો હોય પાછળના કિસ્સામાં મૂક્યો હોય ઇઝીલી જ્યાંથી કાઢી શકાય અને વ્યક્તિને ખબર ના પડે એ રીતે લઈ લેવાના. બીજું કે ચોરીને અંજામ આપવામાં પણ ત્રણ લેયર રાખે છે એક ચોરનાર વ્યક્તિ છે જે ફોન ખેંચે છે એક એની નજીક વ્યક્તિ ઉભો રહે છે એને આપી દે છે અને એ પાછો એનાથી દૂર 100 મીટર 200 મીટર દૂર વ્યક્તિ બેઠેલી છે એને આપી દે છે એટલે કદાચ આપણને એવી ખબર પડી જાય કે, આ ટેણિયાએ ફોન લીધો છે પણ તમે તેને સર્ચ કરો તો તમને ફોન મળે નહીં.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત યુનિ.માં નોન ટીચિંગ સ્ટાફની બીજી પરીક્ષાની તારીખ જાહેર:29-30 એપ્રિલેના લેખિત પરીક્ષા લેવાશે, 54 કે તેથી વધુ માર્ક્સના ઉમેદવારો એક્ઝામ આપી શકશે
    Next Article
    In Ahmedabad, ‘single-window’ facility for permissions, curbs on convoys

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment