Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IPLના સેકન્ડ ફેઝનું શિડ્યુલ જાહેર:13 એપ્રિલથી 24 મે સુધી 50 મેચ, 8 ડબલ હેડર; કુલ 74 મેચ જ રમાશે, જુઓ સંપૂર્ણ શિડ્યુલ

    11 hours ago

    ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના બીજા તબક્કાનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે. IPL કમિટીએ સાંજે 6 વાગ્યે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી. 13 એપ્રિલથી 24 મે સુધી 12 સ્થળોએ 50 મેચ રમાશે. આમાં 8 ડબલ હેડર હશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ રાયપુરને પોતાનું બીજું હોમગ્રાઉન્ડ બનાવ્યું છે, ટીમ અહીં 2 મેચ રમશે. પ્રથમ તબક્કામાં 28 માર્ચથી 12 એપ્રિલ સુધી 20 મેચ રમાવાની છે. પ્લેઓફનું શિડ્યુલ જાહેર થયું નથી, પરંતુ ફાઇનલ 31 મેના રોજ બેંગલુરુમાં જ રમાશે. ટુર્નામેન્ટમાં કુલ 74 મેચ જ રમાશે. લીગ સ્ટેજમાં 70 મેચ હશે, જ્યારે પ્લેઓફ સ્ટેજમાં 4 મેચ રમાશે. પહેલા એવા સમાચાર હતા કે આ સિઝનમાં 84 મેચ રમાવાની છે, પરંતુ IPL કમિટીએ મેચોની સંખ્યા વધારી નથી. જુઓ તમામ મેચનું શિડ્યૂલ MI vs CSK મેચ 23 એપ્રિલે બીજા તબક્કાની શરૂઆત સનરાઇઝર્સ હૈદરાબાદની મેચથી થશે, પરંતુ આ વખતે ટીમ હૈદરાબાદ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. જ્યારે પ્રથમ તબક્કામાં ટીમ બેંગલુરુના મેદાન પર RCB સામે પ્રથમ મેચ રમશે. IPL ઇતિહાસની 2 સૌથી સફળ ટીમો મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ 23 એપ્રિલે પહેલીવાર મુંબઈમાં ટકરાશે. બંને ફરી 2 મેના રોજ ચેન્નઈમાં પણ આમને-સામને હશે. લીગ સ્ટેજના છેલ્લા દિવસે 2 મેચ રમાશે. બપોરે મુંબઈનો મુકાબલો રાજસ્થાન સામે થશે, જ્યારે સાંજે કોલકાતાની ટીમ દિલ્હી સામે ટકરાશે. રાયપુર અને ધર્મશાલા 2 ટીમોના સેકન્ડ હોમગ્રાઉન્ડ IPLમાં 10 ટીમો છે. બધી ટીમો પોતાના હોમગ્રાઉન્ડ પર 7 અને વિરોધી ટીમના હોમગ્રાઉન્ડ પર 7 મેચ રમશે. 10 ટીમોના 10 હોમગ્રાઉન્ડ ઉપરાંત રાજસ્થાન રોયલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સે 2-2 હોમગ્રાઉન્ડ પસંદ કર્યા છે. રાજસ્થાન તેની શરૂઆતની 3 હોમ મેચ ગુવાહાટીમાં રમશે, જ્યારે 4 મેચ જયપુરમાં રમાશે. બેંગલુરુનું બીજું હોમગ્રાઉન્ડ રાયપુર અને પંજાબનું મુલ્લાંપુર છે. બેંગલુરુ, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, દિલ્હી, અમદાવાદ, હૈદરાબાદ, લખનઉ, જયપુર, ધર્મશાલા, રાયપુર, મુલ્લાંપુર અને ગુવાહાટી ટુર્નામેન્ટના 13 સ્થળો છે. અહીં લીગ સ્ટેજના 70 મેચ રમાશે. પ્લેઓફના 4 મેચ મુલ્લાંપુર અને બેંગલુરુમાં રમાશે, પરંતુ તેમની તારીખો જાહેર થવાની બાકી છે. જુઓ પહેલા તબક્કાનું શિડ્યુલ
    Click here to Read More
    Previous Article
    News Today Live Updates, 26 March | Major ‘terror recruitment module’ working with LeT handler busted in raids across Kashmir: J-K Police
    Next Article
    અમરેલી બાદ આજે જામનગરમાં AAPની જનસભા:કેજરીવાલે કહ્યું- ગુજરાતને ભાજપથી મુક્તિ અપાવો, ભાજપે ગુજરાતને બરબાદ કરી નાખ્યું છે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment