Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં IPL મેચને લઈ મેટ્રોનું સ્પેશિયલ ટ્રેન શિડ્યૂલ જાહેર:મેચના દિવસે રાત્રિના 12:30 વાગ્યા સુધી મળશે મેટ્રો ટ્રેન, મુસાફરી માટે ખાસ પેપર ટિકિટની સુવિધા

    4 days ago

    નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી IPL 2026ની ડે-નાઈટ મેચને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રોના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી તા. 4, 17, 20, 26 અને 30 એપ્રિલ તેમજ 3 અને 12 માર્ચના રોજ યોજાનારી મેચો દરમિયાન મુસાફરોની સુવિધા માટે મેટ્રો ટ્રેન સેવાઓ રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં અમદાવાદ મેટ્રો રાત્રે 10 વાગ્યા સુધી અને ગાંધીનગર કોરિડોરમાં રાત્રે 7:40 વાગ્યા સુધી ચાલે છે. મેચના દિવસોમાં સ્પેશિયલ ટ્રેનનું શિડ્યૂલ મોટેરા સ્ટેડિયમથી APMC રાત્રિના 10 થી 12:30 વાગ્યા સુધી ઓલ્ડ હાઈકોર્ટથી વસ્ત્રાલ ગામ/થલતેજ ગામ રાત્રિના 10 થી 12:30 વાગ્યા સુધી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર મહાત્મા મંદિર રાત્રિના 11:40 થી 12:10 વાગ્યા સુધી મેચના દિવસોમાં સ્પેશિયલ પેપર ટિકિટ અગાઉથી સ્પેશિયલ પેપર ટિકિટ ખરીદી શકશો મોટેરા સ્ટેડિયમ પર પરત ફરતી વખતે લાંબી લાઈનોથી બચવા માટે મુસાફરો આ સ્પેશિયલ પેપર ટિકિટ દિવસ દરમિયાન જ અગાઉથી ખરીદી શકશે. આ ટિકિટો મોટેરા, સાબરમતી, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ અને મહાત્મા મંદિર સહિતના મુખ્ય મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યા પછી મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી જ ટ્રેનમાં પ્રવેશ મેળવી શકશે.
    Click here to Read More
    Previous Article
    સમાજના નામે મોટી ઠગાઈ:વેપાર વધારવાના બહાને જામનગરના યુવકે રાજકોટના વેપારી પાસેથી 5.50 લાખ ઉછીના લઈને ફરાર
    Next Article
    'Trump Just Said Economy Doing Great': Reddit Users Epic Response To Govt Not Helping Unemployed Post

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment