Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જગતપુરમાં IPL પર સટ્ટો રમતા બે ઝડપાયા:પંકિલ અને જીગ્નેશ એક જ કાફેમાં બેસીને ઓનલાઈન એપ્લીકેશનથી સટ્ટો રમી રહ્યા હતા

    3 days ago

    આઈપીએલનો પ્રારંભ થતાની સાથેજ બુકી અને સટ્ટોડીયાઓને ઝડપી લેવા માટે શહેર પોલીસ એક્ટીવ થઈ ગઈ છે. ચાંદખેડા પોલીસે જગતપુર પાસે આવેલા એક કાફેમાં સટ્ટો રમી રહેલા બે શખસની ધરપકડ કરી છે. બન્ને શખસ અલગ-અલગ બેસીને ક્રિકેટ સટ્ટો રમતા હતાં, જ્યાં પોલીસે શંકાના આધારે તેમની ધરપકડ કરી લીધી છે. બન્ને યુવકના મોબાઈલમાંથી સટ્ટો રમવાની એપ્લીકેશન મળી આવી હતી. બન્ને શખસ કયા બુકી પાસેથી સટ્ટો રમવા માટે આઈડી લીધી છે, તેની પણ પૂછપરછ હાથ ધરાઈ છે. પોલીસે યુવકની શંકાના આધારે તપાસ કરી ચાંદખેડા પોલીસ પેટ્રોલીગમાં હતી, ત્યારે જગતપુર પાસે આવેલા એક કાફેમાં યુવક સતત મોબાઈલમાં એક્ટીવ હતો. પોલીસને યુવકની હરકતો પર શંકા જતા તેની પાસે જઈને મોબાઈલ લઈ લીધો હતો. મોબાઈલમાં જોયુ તો યુવક આઈપીએલની મેચ પર સટ્ટો રમી રહ્યો હતો. યુવકનુ નામ જીગ્નેશ શાહ છે અને તે ગોતા ખાતે આવેલા સિલ્વર ગાર્ડનીયા સોસાયટીમાં રહે છે. ગઈકાલે લખનવ સુપર જાયન્ટ અને દિલ્હી કેપીટલ વચ્ચે મેચ ચાલતી હતી, જેમાં તે ઓનલાઈન સટ્ટો રમતો હતો. ચાંદખેડા પોલીસે આ મામલે જીગ્નેશની ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે. આજ કાફેમાંથી અન્ય યુવક પણ ઝડપાયો તો બીજી તરફ ચાંદખેડા પોલીસે પણ તે કાફેમાં વધુ એક યુવકને સટ્ટો રમતા રંગે હાથ ઝડપી લીધો છે. ગોતામાં આવેલા યુનિક આશીયાનામાં રહેતો પંકિલ સ્વપનિલ રાવ પણ જગતપુરમાં આવેલા કાફેમાં બેસીને ઓનલાઈન સટ્ટો રમી રહ્યો હતો. પોલીસ પંકિલની પણ રંગે હાથ ધરપકડ કરીને તેના વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પંકિલ અને જીગ્નેશ એક જ કાફેમાં અલગ અલગ જગ્યા પર બેસીને ઓનલાઈન એપ્લીકેશનની મદદથી સટ્ટો રમી રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    યુદ્ધના કારણે તેજસ ફાઈટર જેટના એન્જિનનો પુરવઠો અટક્યો:અમેરિકી કંપનીને ડિલિવરી આપવાની હતી, હવે વર્ષના અંતમાં આવશે
    Next Article
    ‘Sahibganj link’: Minors paid Rs 5,000 to steal phones at Bengaluru IPL match, linked to Chennai stadium thefts

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment