Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈની IPLમાં સૌથી મોટી હાર:ચેન્નઈએ 103 રનથી હરાવ્યું; સંજુ સેમસને આ સીઝનની બીજી સેન્ચુરી ફટકારી; અકીલ હુસૈને 4 વિકેટ ઝડપી

    1 day ago

    મુંબઈ ઈન્ડિયન્સને IPL ઈતિહાસની સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 103 રનથી હારી આપી છે. આ પહેલા મુંબઈની સૌથી મોટી હાર 87 રનની હતી, જે 2013માં રાજસ્થાન રોયલ્સ સામે થઈ હતી. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી સીઝનની 33મી મેચમાં મુંબઈએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી, જેમાં ચેન્નઈએ 208 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી મુંબઈની ટીમ 19 ઓવરમાં માત્ર 104 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નઈ તરફથી અકીલ હુસૈને શાનદાર બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી, જ્યારે નૂર અહેમદને 2 વિકેટ મળી હતી. આની પહેલા, ટૉસ હારતા પહેલી બેટિંગ કરતા ચેન્નઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા. સંજુ સેમસને અણનમ 101 રનની શાનદાર ઇનિંગ રમી, જે તેના IPL કરિયરની પાંચમી સદી છે. તેણે આ ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય ઋતુરાજ ગાયકવાડે 22 અને ડેવાલ્ડ બ્રેવિસે 21 રનનું યોગદાન આપ્યું હતું. બોલિંગમાં મુંબઈ તરફથી અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમારે 2-2 વિકેટ ઝડપી હતી, જ્યારે જસપ્રીત બુમરાહ અને મિચેલ સેન્ટનરને એક-એક વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, ક્રિશ ભગત, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. ઇમ્પેક્ટ પ્લેયર્સ: વિલ જેક્સ, રાજ બાવા, શાર્દૂલ ઠાકુર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, અકીલ હોસેન, ઉર્વિલ પટેલ
    Click here to Read More
    Previous Article
    MI vs CSK IPL 2026 LIVE Score: Chennai beat Mumbai by 103 runs at Wankhede
    Next Article
    10 AM Gujarati News LIVE | 10 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment