Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક ન્યૂડ તસવીર અને દેશ સાથે ગદ્દારી:પાકિસ્તાની મહિલાના હનીટ્રેપમાં ફસાયો એરફોર્સનો વિંગ કમાન્ડર; ફાઇટર જેટનું લોકેશન મોકલ્યું, ઓફિસમાં iPhone સાથે પકડાયો હતો

    7 hours ago

    ભારતીય વાયુસેનાના એક વિંગ કમાન્ડરે પાકિસ્તાની મહિલાની ન્યૂડ તસવીરોની લાલચમાં દેશની સુરક્ષા સાથે જોડાયેલા ગુપ્ત રહસ્યો પાકિસ્તાનને સોંપી દીધા. 5 મહિના પહેલાં ધરપકડ કરાયેલા આ અધિકારીનાં કૃત્યોનો હવે કોર્ટમાં રજુ કરવામાં આવેલી ચાર્જશીટથી ખુલાસો થયો છે. આ મુજબ, વિંગ કમાન્ડરે પાકિસ્તાની મહિલા જાસૂસને લેહમાં ફાઈટર પ્લેનોની તૈનાતી, રાજસ્થાનમાં સૈન્ય અભ્યાસ અને ડ્રોન યુનિટની ક્ષમતાઓ સાથે જોડાયેલી માહિતી પણ આપી દીધી હતી. યુદ્ધના સમયે સેના ક્યાં તૈનાત થઈ શકે છે, તેનાથી સંબંધિત દસ્તાવેજોના પાનાં પણ મોકલ્યા હતા. તેણે કહ્યું હતું કે દરેક ન્યૂડ તસવીરના બદલામાં તે વૉર પ્લાનનું એક નવું પાનું આપશે. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે આ મામલે ચાર્જશીટ રજુ કરી દીધી છે. આરોપી વિંગ કમાન્ડર મનોરથ સિંહ સભરવાલની ઑગસ્ટ 2026માં ધરપકડ કરવામાં આવી હતી. પટિયાલા હાઉસ કોર્ટે તેને 5 ડિસેમ્બરે કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો છે. ગુજરાતના સિમથી ચલાવતી હતી વોટ્સએપ પોલીસે બંનેની વોટ્સએપ ચેટ તપાસી. તેમાં 3008 મેસેજ, 65 ફોટા, 65 રિએક્શન, 42 કૉલ, 4 વીડિયો કૉલ અને 6 લિંક મળી હોવાની વાત સામે આવી છે. આ ખુલાસો દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલની કાઉન્ટર ઇન્ટેલિજન્સ એજન્સીએ પટિયાલા હાઉસ કોર્ટમાં રજુ કરેલી ચાર્જશીટમાં થયો છે. આ અધિકારી 12 જાન્યુઆરીથી 1 એપ્રિલ વચ્ચે શંકાસ્પદ પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં હતો. આ એજન્ટે સોશિયલ મીડિયા પર સેનાના અધિકારીને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. પ્રતિબંધ હોવા છતાં ફોન લઈ જતી વખતે પકડાયો આરોપી ત્યારે પકડાયો જ્યારે તેને પોતાની ઑફિસમાં સુરક્ષાકર્મીઓએ રોક્યો. તે રેસકોર્સ સ્થિત ઑફિસમાં જઈ રહ્યો હતો. સુરક્ષાકર્મીઓએ તપાસ કરતાં તેની પાસે આઇફોન મળી આવ્યો, જે ત્યાં મંજૂર નહોતો, કારણ કે તે ગુપ્ત યુનિટનું નેતૃત્વ કરી રહ્યો હતો, તેથી ફોન રાખવાની સખત મનાઈ હતી. ફોનની તપાસ કરવામાં આવી ત્યારે વૉટ્સએપ ચેટ અને માહિતી શેર કરવાના સમગ્ર મામલાનો ખુલાસો થયો. ત્યારબાદ IAFને જાણ થઈ અને દિલ્હી પોલીસને માહિતી આપવામાં આવી. ડ્રોન યુનિટની ક્ષમતા અને ટેક્નોલોજી વિશે માહિતી આપી પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીએ ડ્રોન યુનિટમાં કેટલા લોકો છે, તે કેવી રીતે કામ કરે છે અને તેની શું ક્ષમતાઓ છે, તેની માહિતી આપી હતી. ડ્રોનના પરીક્ષણ, તે કેટલો સમય ઉડી શકે છે અને નિશાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે, તેની વિગતો પણ શેર કરવાનો આરોપ છે. આ મામલો મે 2026માં સામે આવ્યો હતો. વાયુસેના અધિકારીઓની ફરિયાદ બાદ દિલ્હી પોલીસે 30 મે 2026ના રોજ વિંગ કમાન્ડરની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાડ જેલ મોકલી દેવામાં આવ્યો હતો. 5 સાથીઓના મોબાઇલમાં પણ જાસૂસી એપ નાખી આરોપ છે કે પાકિસ્તાની એજન્ટના કહેવા પર અધિકારીએ પોતાના હેઠળ કામ કરતા પાંચ કર્મચારીઓના મોબાઇલ અને અન્ય ઉપકરણોમાં જાસૂસી સોફ્ટવેર નંખાવ્યું. આથી તેમના ઉપકરણોમાં રહેલી ખાનગી અને સૈન્ય માહિતી સુધી પહોંચ મેળવી શકાતી હતી. મતલબ કે એક વિંગ કમાન્ડર મારફતે સમગ્ર યુનિટને હેક કરવાની યોજના હતી. ------------------------ આ સમાચાર પણ વાંચો… હનીટ્રેપમાં ફસાયેલો સેનાનો નિવૃત્ત કેપ્ટન, વેલ્લોરથી ધરપકડ: આરોપ- અજાણી મહિલાને ગુપ્ત માહિતી મોકલી; 28 વર્ષ સુધી આર્મીમાં સેવા આપી ચૂક્યો તમિલનાડુના વેલ્લોરમાં 52 વર્ષીય નિવૃત્ત આર્મી અધિકારી બાબુની ધરપકડ કરવામાં આવી છે. બાબુ પર આરોપ છે કે તેણે સેનાથી સંબંધિત અનેક મહત્વપૂર્ણ માહિતી લીક કરી હતી. કનિયમબાડી પોલીસના જણાવ્યા અનુસાર, બાબુએ વોટ્સએપના માધ્યમથી એક અજાણી મહિલાને સૈન્ય સાધનોઅને ભારતીય સેના સાથે સંબંધિત ગુપ્ત માહિતી મોકલી હતી.
    Click here to Read More
    Previous Article
    JEE Advanced 2027 Exam Date Out; IIT Delhi Announces New Calculator Facility
    Next Article
    આજીડેમમાં રવિવારે 7,000 શ્રદ્ધાળુઓ છઠ્ઠ પૂજા કરશે:RMCના ફાયર વિભાગની ટીમ રેસ્ક્યૂ વ્હીકલ, એમ્બ્યુલન્સ સહિતના સાધનો સાથે સજ્જ રહેશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment