Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાઈ-બહેન વચ્ચે મતભેદ કે રાજકીય ડર?:પ્રિયંકાને સાઇડલાઇન કરવા રાહુલે INDIA ગઠબંધનની રેલીમાં બોલવા ન દીધાં; કોંગ્રેસમાં બે ફાંટા પડ્યાનો ભાજપનો દાવો

    7 hours ago

    ભાજપે રવિવારે આરોપ લગાવ્યો કે કોંગ્રેસમાં બે જૂથ બની ચૂક્યાં છે, જેનું કારણ રાહુલ અને પ્રિયંકા ગાંધી વચ્ચેના મતભેદો છે. ભાજપના સાંસદ અને પ્રવક્તા સંબિત પાત્રાએ આરોપ લગાવ્યો કે રાહુલે પોતાની બહેનને INDIA બ્લોકના બે પ્રદર્શનોમાં બોલવા દીધી નહોતી. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ડર છે કે પ્રિયંકાને આગળ વધારવામાં આવશે તો તેઓ પોતે પાછળ રહી શકે છે. કોંગ્રેસ તરફથી હજુ સુધી આ અંગે કોઈ જવાબ આવ્યો નથી. ખરેખરમાં, INDIA બ્લોકે શનિવારે CEC જ્ઞાનેશ કુમાર સામે વિરોધ કરવા માટે મોક પાર્લામેન્ટનું આયોજન કર્યું હતું. ત્યારબાદ રવિવારે આ જ મુદ્દે દિલ્હીના રામલીલા મેદાનમાં રેલી બોલાવવામાં આવી હતી. પ્રિયંકાએ બંને પ્રસંગોએ ભાષણ આપ્યું નહોતું. ભાજપનો દાવો- પ્રિયંકા ગાંધી નાખુશ દેખાયાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા વીડિયોમાં કહ્યું કે પ્રિયંકા ગાંધી મોક પાર્લામેન્ટ અને રામલીલા મેદાનની રેલીમાં નાખુશ દેખાયાં. તેમણે સવાલ કર્યો- શું ગાંધી પરિવારની અંદર જ કોઈ રાજકીય રમત ચાલી રહી છે? શું રાહુલ ગાંધીને ડર છે કે પ્રિયંકા વાડ્રાને નેતા તરીકે આગળ વધારવામાં આવશે તો તેઓ પાછળ રહી શકે છે? શું આ જ કારણસર ગાંધી પરિવારમાં પ્રિયંકા વાડ્રાનો મત પણ ચોરી લેવામાં આવ્યો છે? રેલીમાં રાહુલે કહ્યું- જ્ઞાનેશ કુમાર જેલમાં જશે રાહુલે ઈન્ડિયા બ્લોકની રેલીમાં કહ્યું કે લગભગ ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કહ્યું- મારી વાત સાચી પડશે, જ્ઞાનેશ કુમાર CECના પદ પરથી હટશે અને જેલમાં જશે. રેલીમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, ફારૂક અબ્દુલ્લા, મહબૂબા મુફ્તી અને સુપ્રિયા સુલે સહિત INDIA બ્લોકના અનેક નેતાઓ હાજર રહ્યા. 8 નેતાઓએ ભાષણ આપ્યું. SIR અને જ્ઞાનેશ કુમારના વિરોધમાં છેલ્લા 25 દિવસમાં વિપક્ષ સાતમી વખત એકજૂટ થયો. આ પહેલાં 6થી 13 ઑક્ટોબર વચ્ચે 6 વખત પ્રદર્શન થયા હતા. આ સમાચાર પણ વાંચો… રાહુલ ગાંધીએ કહ્યું-મારી વાત સાચી પડશે, જ્ઞાનેશ કુમાર જેલમાં જશે:મમતાએ કહ્યું- બંગાળમાં હાર્યા નથી, હરાવવામાં આવ્યા; CEC વિરુદ્ધ 19 વિપક્ષી પાર્ટીઓની રેલી INDIA બ્લોકે રવિવારે દિલ્હીમાં જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIRના વિરોધમાં પહેલા માર્ચ અને પછી રેલી યોજી. ચાર કલાક ચાલેલા વિરોધ પ્રદર્શનમાં 20 વિપક્ષી પાર્ટીઓ સામેલ થઈ. રામલીલા મેદાનમાં લેફ્ટના નેતા એમ.એ. બેબી, તેજસ્વી યાદવ, મલ્લિકાર્જુન ખડગે, અખિલેશ યાદવ, મમતા બેનર્જી, ફારૂક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી અને અંતમાં રાહુલ ગાંધીએ ભાષણ આપ્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Invisible and unprotected: India’s new labour codes fail domestic, home-based workers
    Next Article
    ગુજરાતમાં રિજેક્ટેડ લેબ્સનો કાળો કારોબાર ખુલ્લો પડ્યો:બ્લડ-યુરીન ટેસ્ટના નામે દર્દીઓના જીવ સાથે ખતરનાક ખેલ; જાણો તમારા શહેર-જિલ્લાની કઇ લેબ સલામત?

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment