Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે IND vs AFGની ત્રીજી વન-ડે:અફઘાનિસ્તાને પહેલી વિકેટ ગુમાવી દીધી, પ્રસિદ્ધ ક્રિષ્નાએ ગુરબાઝને પેવેલિયન ભેગો કર્યો

    1 day ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની સિરીઝની ત્રીજી વન-ડે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં રમાઈ સરહી છે. જેમાં અફઘાનિસ્તાને ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. અફઘાનિસ્તાને પોતાની પ્લેઇંગ-11માં 4 બદલાવ કર્યા છે. જ્યારે ઈન્ડિયાએ પણ પોતાની પ્લેઇંગ-11માં ત્રણ ફેરફારો કર્યા છે. નીતિશ રેડ્ડી, હર્ષ દુબે અને પ્રસિદ્ધ ક્રિષ્ના પ્લેઇંગ-11માં પરત ફર્યા છે. અફઘાનિસ્તાનનો સ્કોર 3 ઓવરમાં 11/1 છે. ટીમ તરફથી ઇબ્રાહિમ ઝદરાન અને રહમત શાહ ક્રિઝ પર છે. ભારત પહેલેથી જ સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી ચૂક્યું છે અને હવે તેની નજર ક્લીન સ્વીપ પર હશે. જો કે, હવામાન મેચમાં અવરોધ ઊભો કરી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચેન્નઈમાં શનિવારે વરસાદની 55% સંભાવના છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): રોહિત શર્મા, યશસ્વી જાયસ્વાલ, શુભમન ગિલ (કેપ્ટન), શ્રેયસ અય્યર, ઈશાન કિશન (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, હર્ષ દુબે, ગુરનૂર બ્રાર, પ્રસિદ્ધ ક્રિષ્ના અને પ્રિન્સ યાદવ. અફઘાનિસ્તાન (AFG): રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), દરવિશ રસુલી, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઓમરઝઈ, રાશિદ ખાન, અલ્લાહ ગઝનફર, ઝિયાઉર રહેમાન, ફરીદ અહમદ મલિક.
    Click here to Read More
    Previous Article
    Centre bans 16 Fixed-Dose Combination drugs over safety concerns, orders immediate withdrawal
    Next Article
    પીએમ મોદી ઓડિશાના પહાડપુર પહોંચ્યા, રાષ્ટ્રપતિના સાસરિયે ગયા:₹47600 કરોડના પ્રોજેક્ટ્સ લોન્ચ કરશે; દ્રૌપદી મુર્મુનો આજે 67મો જન્મદિવસ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment