Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND vs AFGની એકમાત્ર ટેસ્ટમાં બન્યા અનેક રેકોર્ડ્સ:ભારત વેસ્ટ ઇન્ડીઝને પછાડ્યું, ડેબ્યૂ મેચમાં માનવ સુથારે દિગ્ગજોમાં સ્થાન મેળવ્યું

    1 week ago

    ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ માત્ર 3 જ દિવસમાં એક ઇનિંગ્સ અને 300 રનથી ઐતિહાસિક જીત મેળવી છે. આ પ્રચંડ વિજય સાથે જ ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ મેચ જીતવાના મામલે વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડી દીધું છે. ભારતની આ જીતમાં ડેબ્યૂટન્ટ બોલર માનવ સુથાર હીરો રહ્યો હતો, જેણે પહેલી ઇનિંગ્સમાં માત્ર 33 રન આપીને 6 વિકેટ ઝડપી 38 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાની નજીક પહોંચી ગયો છે. ભારતના સ્પિન આક્રમણ સામે અફઘાનિસ્તાનની ટીમ બીજી ઇનિંગ્સમાં માત્ર 112 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી, જે તેના ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી હાર છે. મેચમાં બનેલા ટૉપ-6 રેકોર્ડ્સ વાંચો… 1. ટેસ્ટમાં ઈન્ડિયાની સૌથી મોટી જીત ભારતે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી ટેસ્ટ મેચમાં અફઘાનિસ્તાનને ઇનિંગ્સ અને 300 રનથી હરાવ્યું છે. ટેસ્ટ ક્રિકેટમાં ઈન્ડિયન ટીમની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભારતની આ પહેલાની સૌથી મોટી જીત ઇનિંગ્સ અને 272 રનના અંતરથી હતી, જે 2018માં વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ રાજકોટમાં મળી હતી. 2. ભારતે વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડ્યું ભારતીય ટીમે ટેસ્ટ ક્રિકેટમાં 599 મેચમાં 186મી જીત મેળવી છે. ભારતે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતવાના મામલે વેસ્ટ ઇન્ડીઝને પાછળ છોડી દીધું છે. વેસ્ટ ઇન્ડીઝના નામે 592 મેચમાં 185 જીત છે. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા ભારતથી આગળ છે. 3. એશિયન ટીમમાં બીજી સૌથી મોટી જીત ભારતની ઇનિંગ્સ અને 300 રનની જીત એશિયન ટીમમાં બીજી સૌથી મોટી જીત બની ગઈ. આનાથી મોટી જીત ફક્ત પાકિસ્તાને 2002માં લાહોર ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ઇનિંગ્સ અને 324 રનથી નોંધાવી હતી. 4. અફઘાનિસ્તાનની સૌથી મોટી ટેસ્ટ હાર અફઘાનિસ્તાનને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી હાર મળી. આ પહેલા 2018માં ભારતે જ બેંગલુરુમાં એક ઇનિંગ્સ અને 262 રનથી હરાવ્યું હતું. બીજી ઇનિંગ્સમાં અફઘાનિસ્તાન 112 રન પર ઓલઆઉટ થઈ ગયું. આ ટેસ્ટ ક્રિકેટમાં તેનો ત્રીજો લોએસ્ટ સ્કોર છે. આ પહેલાં ટીમ 2018માં ભારત સામે 103 અને 109 રન પર ઓલઆઉટ થઈ હતી. 5. માનવ સુથારનું ડેબ્યૂ ટેસ્ટમાં ભારત માટે બીજું શ્રેષ્ઠ પ્રદર્શન માનવ સુથારે ડેબ્યૂ ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં 33 રન આપીને 6 વિકેટ લીધી. આ કોઈ ભારતીય બોલરનું ડેબ્યૂ ટેસ્ટ ઇનિંગ્સમાં બીજું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ યાદીમાં નરેન્દ્ર હિરવાણી પ્રથમ સ્થાને છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝ સામે 1988માં 8 વિકેટ લીધી હતી. 6. માનવ ડેબ્યૂ ટેસ્ટ ઇનિંગ્સ 5 વિકેટ હૉલ લેનાર બીજો ભારતીય બોલર માનવ સુથાર ટેસ્ટ ડેબ્યૂમાં પાંચ કે તેથી વધુ વિકેટ લેનાર ભારતનો 10મો બોલર અને સાતમો સ્પિનર ​​બન્યો છે. તે આ સદીમાં અમિત મિશ્રા પછી ડેબ્યૂ ટેસ્ટ ઇનિંગ્સમાં 5 વિકેટ હૉલ લેનારા બીજો ભારતીય પણ છે. અમિતે 2008માં ઓસ્ટ્રેલિયા સામે આ પરાક્રમ કર્યું હતું. માનવનો 6/33 ટેસ્ટ ક્રિકેટમાં અફઘાનિસ્તાન સામેનું બીજું બેસ્ટ બોલિંગ પરફોર્મન્સ પણ છે. આ મામલે વેસ્ટ ઇન્ડીઝનો રકીમ કોર્નવોલ 7/75ના આંકડા સાથે પહેલા સ્થાને છે.
    Click here to Read More
    Previous Article
    Shigella Infection In Kerala: बच्चों के लिए बड़ा खतरा बना ये Virus, Symptoms जान लें और करें बचाव
    Next Article
    હવે દિલ્હીમાં પણ મમતાની પાર્ટીમાં ભંગાણ:TMCના 20 લોકસભા સાંસદ NDAને સમર્થન કરશે, સ્પીકરને પત્ર લખ્યો; રાજ્યસભા સાંસદ સુખેન્દુનું રાજીનામું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment