Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-NZ મેચમાં વરસાદના કારણે ટૉસ મોડો થશે:વિરાટ ન્યૂઝીલેન્ડ સામે 2000 રનથી 22 રન દૂર; રોહિત પાસે હજાર સિક્સર ફટકારવાની તક

    13 hours ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વન-ડે સિરીઝની ત્રીજી મેચ આજે રમાશે. મેચ હેમિલ્ટનના સેડન પાર્કમાં સવારે 8.00 વાગ્યે શરૂ થશે. વરસાદને કારણે ટૉસ 7 વાગ્યાને બદલે 7.32 વાગ્યે થશે. બીજી તરફ, મેચ 7.30 વાગ્યાને બદલે 8.00 વાગ્યે શરૂ થશે. વિરાટ કોહલી ન્યૂઝીલેન્ડ સામે વનડેમાં 2000 રન પૂરા કરવા માટે 22 રન દૂર છે. જ્યારે રોહિત શર્માને કારકિર્દીના 1000 છગ્ગા પૂરા કરવા માટે માત્ર એક છગ્ગાની જરૂર છે. રોહિત ટેસ્ટમાં 88, વનડેમાં 383, T-20 ઈન્ટરનેશનલમાં 205 અને IPLમાં 323 છગ્ગા ફટકારી ચૂક્યા છે. આમ કરતાં જ રોહિત 1000 છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય અને વિશ્વના ત્રીજા બેટર બની જશે. તેમના પહેલાં ક્રિસ ગેલ અને કીરોન પોલાર્ડ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. ભારત સિરીઝમાં 2-0થી આગળ છે. ટીમે ઓકલૅન્ડમાં પ્રથમ વનડે 5 વિકેટે અને વેલિંગ્ટનમાં બીજી મેચ 6 વિકેટે જીતી હતી. બંને ટીમોની સંભવિત પ્લેઇંગ-11 ભારત: રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, અંશુલ કંબોજ, આકીબ નબી, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાર. ન્યૂઝીલેન્ડ: વિલ યંગ, ટિમ સીફર્ટ, હેનરી નિકોલ્સ, ડેરિલ મિચેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાઇલ જેમીસન, જેકબ ડફી, મેટ ફિશર.
    Click here to Read More
    Previous Article
    nVIDIA के शेयर 6 फीसदी तक गिरे, कंपनी को 250 डॉलर का झटका, समझिए टेंशन में क्‍यों हैं भारतीय
    Next Article
    India vs New Zealand 3rd ODI LIVE Score, IND vs NZ Match Today: Rain Returns To Further Delay Toss, What Forecast Says

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment