Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-ENG વચ્ચેની પહેલી T20 વરસાદના કારણે રદ:ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ શરૂ ન થઈ શકી; ભારતે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો

    1 day ago

    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પહેલી T20 મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. સતત પડી રહેલા વરસાદને કારણે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સ શરૂ થઈ શકી ન હતી. આ પહેલા ભારતે ટૉસ જીતીને પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 189 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 190 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે, વરસાદ વિલન બનતા મેચ પરિણામ વિના જ સમાપ્ત થઈ હતી. વરસાદ ન અટકવાના કારણે અમ્પાયરોએ મેદાનનું નિરીક્ષણ કર્યા બાદ મેચ રદ કરવાનો નિર્ણય લીધો હતો. આવી સ્થિતિમાં પાંચ મેચની સિરીઝની શરૂઆત કોઈ પરિણામ વિના થઈ. હવે સિરીઝની બીજી મેચ શનિવારે 4 જુલાઈએ માન્ચેસ્ટરમાં રમાશે. અગાઉ, પહેલી બેટિંગ કરતા ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી ન હતી. સંજુ સેમસન માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. ઈશાન કિશન રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. ત્યારબાદ અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યરે ત્રીજી વિકેટ માટે 82 રનની ભાગીદારી કરીને ઇનિંગ્સ સંભાળી હતી. અભિષેકે 24 બોલમાં 59 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી. તેણે પોતાની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી હતી. કેપ્ટન શ્રેયસ અય્યરે કેપ્ટન તરીકે પોતાની પ્રથમ ફિફ્ટી ફટકારી હતી. તેણે 68 રનની ઇનિંગ્સમાં 6 ચોગ્ગા અને એક સિક્સર લગાવી હતી. અંતમાં શિવમ દુબે 21 બોલમાં 42 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઇંગ્લેન્ડ તરફથી પેસર સાકિબ મહમૂદે સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ મેચમાં પણ 15 વર્ષના વૈભવ સૂર્યવંશીને ડેબ્યૂ કરવાની તક મળી નહોતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, હર્ષિત રાણા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ અને વરુણ ચક્રવર્તી. ઇંગ્લેન્ડ (ENG): ફિલિપ સોલ્ટ, જોસ બટલર (વિકેટકીપર), હેરી બ્રુક (કેપ્ટન), જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, લિયામ ડોસન, સાકિબ મહમૂદ, આદિલ રશીદ અને લ્યુક વુડ.
    Click here to Read More
    Previous Article
    ‘Those not in voters’ list can’t get govt money’: Bengal CM Suvendu Adhikari says 26 lakh applications for women cash transfer scheme rejected
    Next Article
    "Unbreakable Alliance": US Signs Deal To Build Permanent Embassy In Jerusalem

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment