Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IND-AFG વચ્ચે ટેસ્ટ મેચનો આજે બીજો દિવસ:શુભમન ગિલ અને રિષભ પંતની નજર આજે મોટી ઇનિંગ્સ રમવા પર રહેશે; ભારતનો સ્કોર 368/3

    1 week ago

    ભારતે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ મેચના પહેલા દિવસે પોતાની સ્થિતિ અત્યંત મજબૂત કરી લીધી છે. મુલ્લાનપુરના મહારાજા યાદવીન્દ્ર સિંહ સ્ટેડિયમ ખાતે ભારતે પ્રથમ બેટિંગ કરતા 3 વિકેટના નુકસાને 368 રન બનાવ્યા છે. પ્રથમ દિવસના અંતે કેપ્ટન શુભમન ગિલ 103 રન અને ઋષભ પંત 50 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. આ પહેલાં કેએલ રાહુલે 100 રન અને સાઈ સુદર્શને 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આજે મેચનો બીજો દિવસ છે અને ભારતીય ટીમની નજર મોટો સ્કોર ઊભો કરવા પર રહેશે. આ સાથે જ કેપ્ટન ગિલ બેવડી સદી અને વિકેટકીપર રિષભ પંત પોતાની સદી પૂરી કરવાના ઈરાદા સાથે ઇનિંગ્સને આગળ ધપાવશે. સુદર્શન-રાહુલે 139 રન જોડ્યા પહેલા દિવસે ભારતની શરૂઆત સારી રહી નહોતી. યશસ્વી જયસ્વાલ 32 બોલમાં 24 રન બનાવીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 41 રન હતો. ત્યારબાદ કેએલ રાહુલ અને સાઈ સુદર્શને બીજી વિકેટ માટે 139 રનની ભાગીદારી કરીને ઇનિંગને સંભાળી હતી. સુદર્શને 104 બોલમાં 81 રન બનાવ્યા હતા, જેમાં 13 ચોગ્ગા સામેલ હતા. સુદર્શન અને જયસ્વાલ બંનેને સલીમ સફીએ આઉટ કર્યા હતા. રાહુલની 12મી ટેસ્ટ સદી સુદર્શન આઉટ થયા બાદ રાહુલ અને કેપ્ટન ગિલે ઇનિંગને આગળ વધારી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 67 રન જોડ્યા હતા. રાહુલે ટેસ્ટ કરિયરની 12મી સદી ફટકારતા 165 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેની આ ઇનિંગમાં 11 ચોગ્ગા સામેલ હતા. જોકે, તે પોતાની સદીને મોટી ઇનિંગમાં બદલી શક્યો નહીં અને ઝિયાઉર રહમાન શરીફીના બોલ પર વિકેટકીપર રહમાનુલ્લાહ ગુરબાજને કેચ આપી બેઠો હતો. ગિલ સદી સાથે અણનમ, પંતની ફિફ્ટી રાહુલ આઉટ થયા બાદ રિષભ પંતે ઝડપી બેટિંગ કરી હતી. તેણે અબ્દુલ મલિકની એક જ ઓવરમાં 3 છગ્ગા ફટકાર્યા હતા. બીજી તરફ, ગિલે 138 બોલમાં પોતાના ટેસ્ટ કરિયરની 11મી સદી પૂરી કરી હતી. દિવસની રમત પૂરી થવાના થોડા સમય પહેલાં જ પંતે પણ 70 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી લીધી હતી. બંને બેટર્સ વચ્ચે ચોથી વિકેટ માટે 121 રનની નોટઆઉટ પાર્ટનરશીપ થઈ ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    To cut landslide risks, NHAI installs slope drain pipe system on Kalka-Shimla stretch ahead of monsoon in Himachal Pradesh
    Next Article
    Celebratory firing death: Bihar BJP MLA convicted

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment