Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IMDનું એલર્ટ:મુંબઈ સહિત અન્ય સ્થળે 70 કિમીની ઝડપે પવન ફૂંકાશે

    3 days ago

    ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ કોલાબા પ્રાદેશિક હવામાન કેન્દ્ર દ્વારા 30 જુલાઈના બપોરે જાહેર કરાયેલા આગામી 4 દિવસના હવામાન અનુમાન મુજબ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં આગામી બે દિવસ વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાસ કરીને 31 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ સાથે તેજ પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. આઈએમડીના અનુમાન અનુસાર, 31 જુલાઈએ પાલઘર, થાણે અને રાયગઢ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મુંબઈમાં પણ અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત સતત પવનની ઝડપ લગભગ 50થી 60 કિમી પ્રતિ કલાક રહેશે. એ દરમિયાન ક્યારેક અચાનક 70 કિમી પ્રતિ કલાક સુધી પવન અચાનક જોરદાર ફુકાંઇ શકે છે. 1 ઓગસ્ટે ચારેય જિલ્લામાં વરસાદનું પ્રમાણ ઘટીને મધ્યમ રહેવાની શક્યતા છે. જ્યારે 2 અને 3 ઓગસ્ટે મુંબઈ, થાણે અને પાલઘરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. રાયગઢ જિલ્લામાં 2 ઓગસ્ટે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે 3 ઓગસ્ટે મધ્યમ વરસાદની શક્યતા છે. આઈએમડીએ ચાર દિવસ માટે વરસાદની સંભાવના વેરી લાઈકલી (ખૂબ જ સંભવિત) હોવાનું જણાવ્યું છે. ભારે વરસાદ, વીજળી અને તેજ પવનને ધ્યાનમાં રાખીને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં બિનજરૂરી અવરજવર ટાળવા અને સ્થાનિક વહીવટીતંત્ર તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    મુંબઈનું વણકર સેવા કેન્દ્ર 7 ઓગસ્ટના રોજ દિવસભરનો કાર્યક્રમ યોજશે:7 ઓગસ્ટે સોલાપુરમાં 12મો રાષ્ટ્રીય હાથવણાટ દિવસ ઊજવવામાં આવશે
    Next Article
    મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સલાહ:દુશ્મનો દ્વારા દેશનો નાશ કરવા માટે ‘ગુપ્ત યુદ્ધ’ સામે ‘ડ્રગ્સ ફ્રી મુંબઈ’ અભિયાન શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment