Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    IMDનો દાવો- મોન્સૂનની એન્ટ્રીમાં 10 કલાક બાકી:કેરળમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની શક્યતા; MP-છત્તીસગઢમાં પ્રી-મોન્સૂન સક્રિય

    1 day ago

    ભારતીય હવામાન વિભાગ (IMD)એ દાવો કર્યો છે કે ચોમાસાના પવનો આજે સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે કેરળમાં પ્રવેશી શકે છે. આ માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે. કેરળ ઉપરાંત, તમિલનાડુ અને કર્ણાટકમાં કેટલીક જગ્યાએ આગામી 7 દિવસ ભારે વરસાદ થઈ શકે છે. અગાઉ ચોમાસું 26 મેના રોજ કેરળ પહોંચવાનો અંદાજ હતો, પરંતુ આ નિર્ધારિત તારીખથી 9 દિવસ મોડું થયું છે. સામાન્ય રીતે તે 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે અને આગામી દોઢ મહિનામાં સમગ્ર દેશને આવરી લે છે. આ તરફ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પ્રી-મોન્સુન સક્રિય થઈ ગયું છે. આ રાજ્યોના ઘણા જિલ્લાઓમાં 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવી શકે છે. જોકે, દેશના ઘણા રાજ્યોમાં હજુ પણ ગરમી ઓછી થઈ નથી. અહીં તાપમાન 40°C થી ઉપર જળવાઈ રહ્યું છે. 24 રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાનું એલર્ટ હવામાન વિભાગ (IMD) એ ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદ, વાવાઝોડા અને તેજ પવનોની સંભાવના વ્યક્ત કરી છે. ઓડિશામાં ચાર દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. જ્યારે રાજસ્થાન, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ, કરા પડવા અને તેજ પવનોને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પણ બે દિવસ માટે યલો એલર્ટ છે. રાજ્યોમાંથી હવામાનની તસવીરો… આગામી બે દિવસના હવામાનનો રિપોર્ટ 5 જૂન: 6 જૂન: રાજ્યોમાંથી હવામાનના સમાચાર… 1. રાજસ્થાન: 9 જિલ્લામાં વાવાઝોડા-વરસાદનું ઓરેન્જ એલર્ટ; ડુંગરપુરમાં કરા પડ્યા, બીકાનેરમાં સૌથી વધુ ગરમી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાથી રાજ્યમાં બુધવારથી ફરી વાવાઝોડા-વરસાદનો દોર શરૂ થઈ ગયો. આ સિસ્ટમની અસરથી ઉદયપુરમાં વરસાદ થયો. ડુંગરપુરમાં કરા પડ્યા. જોકે સૌથી વધુ ગરમી બીકાનેરમાં રહી. અહીં તાપમાન 43 ડિગ્રીથી ઉપર રહ્યું. ગુરુવારે 9 જિલ્લાઓમાં વાવાઝોડા-વરસાદનું ઓરેન્જ એલર્ટ છે.
    Click here to Read More
    Previous Article
    “Rich People Getting Richer”: Taylor Swift’s Jaw-Dropping Wealth Surge Ignites Debate Amid Travis Kelce Wedding Buzz
    Next Article
    ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા માંગ:બોટાદ કલેકટર કચેરીએ આવેદનપત્ર અપાયું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment