Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માણસા IIFL ફાયનાન્સના બ્રાંચ મેનેજરની વર્ના કારમાં હત્યા:પ્રેમિકાએ પકડી રાખ્યો ને પ્રેમીએ છરીથી ગળુ કાપી નાંખ્યું, 6 લાખ ન ચૂકવવા ખૂની ખેલ ખેલ્યો

    10 hours ago

    માણસાની ઈન્ડિયા ઈન્ફોલાઈન (IIFL) ફાયનાન્સના બ્રાંચ મેનેજર 42 વર્ષીય ભરત ચૌધરીની ગત 2 સપ્ટેમ્બરે હત્યા કરવામાં આવી હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો છે. પોલીસને પ્રાંતિજ તાલુકાના કરોલ તથા લીમલા-વડવાસા ત્રણ રસ્તા પાસે સફેદ રંગની વર્ના કાર (નં. GJ-27-BS-9166)માંથી લાશ મળી હતી. સાબરકાંઠા LCB અને પ્રાંતિજ પોલીસની તપાસમાં સામે આવ્યું કે, 6 લાખની લેવડદેવડ તેમજ ગીરવે મુકેલા સોનાના દાગીના પરત મેળવવા માટે પ્રેમિકા ભાવના ઠાકોર અને તેના પ્રેમી યોગેશ ઠાકોરે હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. ત્યાર બાદ આ મર્ડર પ્લાનને પાર પાડવા માટે ભરત ચૌધરીને કારમાં બેસાડી પ્રાંતિજ પાસે લઈ ગયા. આ દરમિયાન કારમાં ભાવનાએ ભરતને પકડી રાખ્યો અને યોગેશે છરીથી ગળું કાપી નાંખ્યું હતું. 999 નંબરનું મકાન મળ્યું ને ભાવનાનું કામ તમામ થઈ ગયું ભરતની લાશ મળ્યા બાદ પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી અને તેના આધારે પ્રાંતિજના 999 સરકારી વસાહતના એક બંધ મકાનમાં તપાસ કરતા ત્યાંથી ભાવના ઉર્ફે ભાવુ ઠાકોરને ઝડપી લીધી. તપાસમાં સામે આવ્યું કે, ભાવનાને યોગેશજી ગોકળજી ઠાકોર સાથે છેલ્લા સાત વર્ષથી પ્રેમસંબંધ હતો. ભાવનાએ મૃતક ભરત પાસેથી 1.50 લાખ અને પ્રેમી યોગેશે અલગ-અલગ લોન પેટે 4.50 લાખ લીધા હતા. આમ, કુલ 6 લાખની રકમ પરત ન આપવી પડે અને ગીરવે મુકેલું સોનું પાછું મેળવવા બંનેએ ભરતની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. માણસાથી લઈ જઈ પ્રાંતિજ પાસે પતાવી દીધો કાવતરા મુજબ ભાવનાએ ભરતને ફોન કરી પૈસા લઈ જવા પ્રાંતિજ બોલાવ્યો હતો. ત્યાર બાદ યોગેશ ઠાકોરે ભરતને માણસામાં કારમાં બેસાડી પ્રાંતિજ તરફ રવાના થયો. ત્યાર બાદ પ્રાંતિજથી ભાવના પણ કારમાં બેસી ગઈ. આગળ જતા વડવાસા નજીક નેશનલ હાઇવે-48ના સર્વિસ રોડ પાસે ભરતને મોતને ઘાટ ઉતારી દીધો. લાશ સાથેની કાર ખાડામાં ફસાતા ફરાર થઈ ગયા હત્યા કર્યા બાદ પ્રેમી-પ્રેમિકાએ લાશનો નિકાલ કરવા કારમાં જ મૃતદેહ લઈને લીમલા-વડવાસા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન કાર રિવર્સ લેતી વખતે રોડની બાજુના ખાડામાં ફસાઈ ગઈ હતી. કાર નીકળી શકે તેમ ન હોવાથી બંને લોકો કારને સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા. પોલીસે ભાવના ઉર્ફે ભાવુ રોહિતજી દશરથજી ઠાકોર (રહે પ્રાંતિજ)ની ધરપકડ કરી લીધી છે, જ્યારે યોગેશજી ગોકળજી ઠાકોર (રહે.માણસા) હાલ ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    4 ચૂંટણી રાજ્યોમાં 1 ડિસેમ્બરથી વસ્તી ગણતરી:યુપી, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબમાં 30 નવેમ્બર સુધીમાં લોકો પોતાની માહિતી જાતે નોંધાવી શકશે
    Next Article
    Farmers Protest at Chandigarh - Mohali Border : Bhagwant Mann सरकार से क्यों खफा हैं किसान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment