Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'એન્જોય કરવા માટે બંગલે જવું છે':મિત્રના મિત્રે મહિલા કોર્પોરેટરના પતિ પાસે ચાવી લીધી, રેન્જ IGની ટીમે રેડ પાડી 9 જુગારીને રંગેહાથ ઝડપ્યા, ₹44.76 લાખનો મુદ્દામાલ જપ્ત

    3 days ago

    ટંકારાના ઘુનડા ગામની સીમમાં આવેલા વીકએન્ડ હોમ ઓમ વિલા બંગલો ખાતે રેન્જ આઈજીની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 9 શખસને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ₹24.30 લાખ સહિત કુલ ₹44.76 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે બંગલાના માલિકે મિત્રના મિત્રએ 'એન્જોય કરવા માટે બંગલે જવું છે' કહીને બંગલાની ચાવી લીધી હોવાનો બચાવ કર્યો હતો અને જુગાર બાબતે પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. બંગલો મહિલા કોર્પોરેટરના પતિના નામે છે. જે આઠ દિવસ પહેલા વેચી દીધો હાવો દાવો કર્યો છે. ઓમ વિલા બંગલા નંબર A-3માં જુગાર કચ્છ રેન્જ આઈજીની ટીમને ઘુનડા ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલો નંબર A-3માં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પોલીસે ₹24,30,800 રોકડા, ₹46,000ની કિંમતના નવ મોબાઈલ ફોન અને ₹20 લાખની કિંમતની બે કાર સહિત કુલ ₹44,76,800નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં હાર્દિકભાઈ લાભુભાઈ માકાસણા (ચરાડવા), જયેશભાઈ કાનજીભાઈ પડસુંબીયા (મોરબી), ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલીયા (મોરબી), નરોતમભાઈ વિરજીભાઈ ફેફર (મોરબી), અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી (ધ્રોલ), રાજેશભાઈ કરસનભાઈ ભીમાણી (નેસડાસુરજી), ચેતનભાઈ ધીરજલાલ ચીકાણી (મોરબી), જીગ્નેશભાઈ ડાયાભાઈ કાચરોલા (મોરબી) અને દેવશંકર હિમંતલાલ સીતાણી (મોરબી)નો સમાવેશ થાય છે. ટંકારા પોલીસે તપાસ હાથ ધરી પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, જે બંગલામાં દરોડો પાડવામાં આવ્યો હતો તેનું વીજળી બિલ શૈલેષભાઈ લક્ષ્મણભાઈ માકાસણાના નામે છે. શૈલેષભાઈ મોરબી મહાપાલિકાના 8 નંબરના વોર્ડના મહિલા કોર્પોરેટરના પતિ છે. કોર્પોરેટરના પતિએ આ અંગે કહ્યું કે, બે દિવસ પહેલાં જ બંગલો વેચી દીધો છે. ટંકારા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઓમ વિલાના માલિક મહિલા કોર્પોરેટરના પતિ માલિક શૈલેષભાઈ માકાસણાએ જણાવ્યું હતું કે, ઓમ વિલાના જે બંગલામાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવી છે, તે બંગલો મેં આઠ દિવસ પહેલાં જ વેચી નાખ્યો છે. જોકે, આર્થિક વ્યવહારો બાકી હોવાને કારણે હજુ દસ્તાવેજ થયો ન હોવાથી તેનો કબજો અમારી પાસે જ હતો. મારા પત્ની કુંદનબેન માકાસણા મોરબી મહાપાલિકાના વોર્ડ નંબર 8ના કોર્પોરેટર છે. સિક્યુરિટી મહેમાનને ચાવી આપી દે છે માકાસણાએ જણાવ્યું હતું કે, હાલમાં જુગારની રેડમાં પકડાયેલા જીગ્નેશ કાચરોલાએ મને 'એન્જોય કરવા માટે બંગલે જવું છે' તેમ કહીને ચાવી માંગી હતી. સામાન્ય રીતે અમારા બંગલાની ચાવી ઓમ વિલાની સિક્યુરિટી ઓફિસ ખાતે રહેતી હોય છે અને અમે ફોન કરીએ એટલે ત્યાં આવેલા મહેમાનને ચાવી આપી દેવામાં આવતી હોય છે. તે જ રીતે જીગ્નેશભાઈને ચાવી આપવામાં આવી હતી. જીગ્નેશભાઈ સાથે ત્યાં ગયેલા લોકો ત્યાં શું કરતા હતા કે શું કરવાના હતા, તે બાબતની મને કોઈ જ જાણ ન હતી. શ્રાવણ મહિના પહેલા જુગાર પર કાર્યવાહી વાંકાનેર DySP સમીર સારડાએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસની શરૂઆત પૂર્વે સરહદી રેન્જ ભુજના આઈજીપી ચિરાગ કોરડિયાની સૂચનાથી રેન્જમાં જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત સરહદી રેન્જ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એલ. પી. બોડાણાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોરબીના ટંકારા નજીક આવેલા સજ્જનપર ઘુનડા ગામની ઓમ વિલા સોસાયટીમાં મોટા પાયે જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સોસાયટીમાં દરોડો પાડીને જુગાર રમતા 9 શખસને રંગેહાથ ઝડપી પાડ્યા છે. કામગીરી કરનાર ટીમ આ સફળ કામગીરી સરહદી રેન્જ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ એલ. પી. બોડાણાની આગેવાનીમાં પીએસઆઈ એ. પી. વાઘેલા, એએસઆઈ ભગીરથસિંહ જયેન્દ્રસિંહ જાડેજા, એએસઆઈ રસિક મનુભાઈ પટેલ તથા હેડ કોન્સ્ટેબલ અનિરૂદ્ધસિંહ ચંદ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:2 ઈંચ વરસાદમાં જળબંબાકાર થતા પાણીમાં બેસી વિરોધ, 11 માસની બાળકી કાનની બુટ્ટી ગળી જતા દોડધામ
    Next Article
    પત્રકાર મિત્ર પાસેથી 10.87 લાખ પડાવ્યા, 20 વર્ષની મિત્રતામાં છેતરપિંડી:મહેસાણામાં ઇલેક્ટ્રોનિક્સના શો-રૂમમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી શખ્સે વિશ્વાસઘાત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment