Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીનો પ્રથમ આદેશ:9 પોલીસકર્મીઓને સ્ટ્રાઇકિંગ ફોર્સમાં નિમણૂક અપાઈ

    13 hours ago

    રાજ્યમાં તાજેતરમાં IPS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી, જેમાં રાજેન્દ્ર અસારીની ભાવનગર રેન્જ IG તરીકે નિમણૂક થઈ હતી. નવનિયુક્ત રેન્જ IG રાજેન્દ્ર અસારીએ પદભાર સંભાળ્યા બાદ તરત જ પ્રથમ આદેશ જારી કર્યો છે. આ આદેશ અંતર્ગત અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લાના કુલ 9 પોલીસ કર્મચારીઓને સ્ટ્રાઇકિંગ ફોર્સ તરીકે કાર્યરત કરવામાં આવ્યા છે. આ નિમણૂક ભાવનગર રેન્જ હેઠળ આવતા ત્રણેય જિલ્લાના પોલીસ કર્મચારીઓમાંથી કરવામાં આવી છે. આ પગલું રેન્જ IG દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી તરત જ લેવામાં આવ્યું છે, જે તેમની કાર્યશૈલીનો સંકેત આપે છે. સ્ટ્રાઇકિંગ ફોર્સમાં નિમણૂક પામેલા 9 પોલીસ કર્મચારીઓમાં ભાવનગરના યોગેન્દ્રસિંહ જાડેજા, ઈમ્તિયાઝ ખાન, શક્તિસિંહ ઝાલા, અશ્વિનભાઈ પરમાર, રૂષિરાજસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બોટાદ જિલ્લામાંથી ભગીરથ સિંહ વીરસીંગભાઈ લીંબોલા અને જયપાલ સિંહ ચુડાસમાનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલી જિલ્લામાંથી જયપાલ સિંહ ઝાલા અને ભગીરથ ધાધલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર રેન્જ IG રાજેન્દ્ર અસારીના કાર્યક્ષેત્રમાં ભાવનગર, બોટાદ અને અમરેલી એમ ત્રણ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓ ઔદ્યોગિક એકમો અને વિશાળ દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ધરાવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં જાહેરમાં જજ અને વકીલ બાખડ્યા:કોર્ટના ગેટ પાસે વિજય સરઘસમાં ઘોંઘાટ થતાં જજ દોડી આવ્યા, વકીલે કહ્યું- 'મિસ્ટર... તમે તમારી ખુરશી સંભાળો...'
    Next Article
    Dhurandhar's SP Chaudhary Aslam Was A Sanjay Dutt Fan, People Called Him 'Baba Cop'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment