Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિર્લિપ્ત રાયે ગુનેગારો સામે સકંજો કસ્યો:રાજકોટ રેન્જ IGએ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ

    23 hours ago

    રાજકોટના રેન્જ આઈ.જી. તરીકે બાહોશ ગણાતા નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ ગુનેગારો સામે સકંજો કસ્યો હોય તેમ સૌરાષ્ટ્રના 5 જિલ્લાના ફરાર 29 આરોપીઓની બાતમી આપનાર માટે ઈનામ જાહેર કર્યુ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુન્હાઓમાં નાસતા-ફરતા આરોપીઓની સચોટ બાતમી આપે તેને 5000થી 20000 સુધીનું ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી વાઇઝ રોકડ ઈનામ જાહેર કરાયું રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપવા માટે પોલીસ દ્વારા કોર્ટમાંથી ધરપકડ વોરંટ મેળવવામાં આવ્યું અને તેની બજવણીના પ્રયત્નો કરવામાં આવ્યા. આમ છતાં પણ આરોપીઓ આજદિન સુધી મળી આવ્યા નથી. જેથી આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસને સચોટ માહિતી આપનારને આરોપી વાઇઝ રોકડ ઈનામ જાહેર કરાયુ છે. પોલીસે જણાવ્યું છે કે ખબર આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે જેથી આરોપીઓ અંગે જો કોઇ સચોટ માહિતી કોઈને મળે તો રાજકોટ રેન્જ કચેરીના જે- તે જિલ્લાને જાણ કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    અજમેરના વ્યક્તિ પાસેથી ડ્રગ્સ મંગાવ્યું:વિરાટનગરમાં MD ડ્રગ્સ વેચવા આવેલા યુવકની ધરપકડ, પીરાણા ડમ્પિંગ સાઈટ પરથી મૃત હાલતમાં ભ્રૂણ મળ્યું
    Next Article
    Ground Report । ગેસ સંકટ પર 'ગ્રાઉન્ડ રિપોર્ટ' | Prime Time | Ground Report | Gas Supply | LPG

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment