Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં અસલમ ખીલજી, અલ્તાફ ખફી ગેંગ પર ગુજસીટોક:રેન્જ IG નિર્લિપ્ત રાયનો સપાટો; 30 શખસ સામે કાર્યવાહી

    5 days ago

    જામનગરમાં અસામાજિક તત્વો સામે રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે કડક કાર્યવાહી કરી છે. તાજેતરમાં થયેલી મારામારી અને ફાયરિંગની ઘટના બાદ એક્શન મોડમાં આવેલા આઈ.જી.એ શહેરના સંવેદનશીલ વિસ્તારમાં સક્રિય બે ગેંગ પર ગુજસીટોક (GUJCTOC) હેઠળ ગુનો નોંધ્યો છે. રાજકોટ રેન્જ આઈ.જી. તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયે જામનગરની મુલાકાત લીધી હતી. તેમની મુલાકાતના માત્ર 10 દિવસમાં જ તેમણે શહેરના વોર્ડ નંબર 12ના બે મુખ્ય જૂથો સામે આ કડક પગલાં લીધા છે, જેનાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બની છે. શહેરના અતિ સંવેદનશીલ પટણીવાડ અને આસપાસના વિસ્તારોમાં આતંક મચાવતી બે મુખ્ય ગેંગ પર ગુજસીટોકનો ગુનો નોંધવામાં આવ્યો છે. આમાં પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળની ગેંગ અને અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની ગેંગનો સમાવેશ થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બંને ગેંગના કુલ 30 જેટલા શખ્સો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી.ની સૂચના બાદ પોલીસે પટણીવાડ વિસ્તારમાં વહેલી સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. અસલમ ખીલજી સહિત કુલ 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ, અલ્તાફ ખફી અને તેના સાગરીતો હાલ જેલમાં જ છે, તેમની સામે પણ જેલમાંથી જ ગુજસીટોક હેઠળ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે. થોડા દિવસો પહેલા આ સંવેદનશીલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે સામસામે મારામારી અને ફાયરિંગની ઘટના બની હતી, જેના પગલે આઈ.જી. રાયે તાબડતોબ જામનગર દોડી આવીને કાર્યવાહીની રણનીતિ ઘડી હતી. નોંધનીય છે કે રાજકોટ રેન્જ આઈ.જી.નો ચાર્જ સંભાળ્યા બાદ નિર્લિપ્ત રાયની આ ત્રીજી અને જામનગર જિલ્લામાં પ્રથમ ગુજસીટોકની કાર્યવાહી છે. આ કડક કાર્યવાહીને પગલે શહેરના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને અનેક માથાભારે તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જામનગરની જનતાએ પોલીસની આ આક્રમક શૈલીને કારણે રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    મંદિર પાછળ જુગાર રમતા પાંચ ઝડપાયા:બાપોદ પોલીસે બાતમીના આધારે રેડ પાડી, 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    કાપડ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું:90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા, સુરતમાં સુસાઈડ નોટ લખીને વીડિયો બનાવીને કહ્યું -'મારી હાલત માટે જુનેદ જવાબદાર'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment