Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનના સાહિબઝાદાને પછાડી બીજા સ્થાને પહોંચ્યો અભિષેક શર્મા:ICC T20 રેન્કિંગમાં નંબર-2 બેટ્સમેન, ઈશાન કિશન નંબર-1; બુમરાહ અને વરુણને પણ ફાયદો

    9 hours ago

    અફઘાનિસ્તાન સામેની શરૂઆતની બે ટી-20 મેચોમાં શાનદાર પ્રદર્શન કરનાર ભારતીય બેટ્સમેન અભિષેક શર્મા તાજેતરની ICC ટી-20 બેટિંગ રેન્કિંગમાં નંબર-2 પર પહોંચી ગયા છે. તેમણે પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાનને પાછળ છોડ્યા છે. ઈશાન કિશન પહેલાની જેમ નંબર-1 પર યથાવત છે. એટલે કે હવે ટી-20 ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ટોપ-2 બેટ્સમેન ભારતના થઈ ગયા છે. ટોપ-10માં ત્રણ ભારતીય બેટ્સમેન ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્મા આઠમા સ્થાને છે. આ રીતે ટોપ-10માં ભારતના ત્રણ બેટ્સમેન હાજર છે. ભારતની જેમ ઇંગ્લેન્ડના પણ ત્રણ બેટ્સમેન ટોપ-10માં છે. બોલર્સ રેન્કિંગમાં વરુણ ચક્રવર્તી ટોપ-5માં ભારતીય બોલરોમાં વરુણ ચક્રવર્તી પાંચમા નંબર પર આવી ગયા છે. તેમણે બે સ્થાનની બઢત મેળવી છે. જસપ્રીત બુમરાહ સાત સ્થાન ઉપર ચઢીને 10મા નંબર પર પહોંચી ગયા છે. અર્શદીપ સિંહને 11 સ્થાનનો ફાયદો થયો છે. તેઓ હવે 14મા સ્થાને છે. અક્ષર પટેલ પણ છ સ્થાન ઉપર ચઢ્યા છે. તેઓ 27મા નંબર પર પહોંચી ગયા છે. ટેસ્ટમાં રોબિન્સનને 21 વિકેટનો ફાયદો ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડના ઓલી રોબિન્સન ત્રીજા નંબર પર પહોંચી ગયા છે. આ તેમના કરિયરની સર્વશ્રેષ્ઠ રેન્કિંગ છે. પાકિસ્તાન સામે 3-0ની WTC સિરીઝ જીતમાં રોબિન્સને 21 વિકેટ લીધી. તેઓ 23 સ્થાન ઉપર ચઢ્યા છે. તેમના ખાતામાં 856 રેટિંગ પોઈન્ટ છે. રોબિન્સન 850થી વધુ રેટિંગ પોઈન્ટ મેળવનાર ઈંગ્લેન્ડના 16મા બોલર બન્યા છે. જોશ ટંગે સિરીઝમાં 19 વિકેટ લીધી. તેઓ 22 સ્થાનની છલાંગ સાથે 11મા નંબર પર પહોંચી ગયા છે. આ તેમની કારકિર્દીની શ્રેષ્ઠ રેન્કિંગ પણ છે. બાબર આઝમ 13મા સ્થાને બર્મિંગહામ ટેસ્ટની બીજી ઇનિંગ્સમાં 76 રન બનાવનાર બાબર આઝમ બે સ્થાન ઉપર ચઢ્યા છે. તેઓ હવે 13મા નંબર પર છે. સૌદ શકીલ 16મા અને શાન મસૂદ 37મા સ્થાને પહોંચી ગયા છે. ઇંગ્લેન્ડના જેમી સ્મિથે ટોપ-20માં વાપસી કરી છે. ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ડેબ્યૂ કરનાર રઝાઉલ્લાહ 91મા સ્થાને છે. બોલિંગ રેન્કિંગમાં તેમને 120મું સ્થાન મળ્યું છે. વનડેમાં રેનશો અને એલિસને ફાયદો વનડે બેટિંગ રેન્કિંગમાં મેટ રેનશોએ 54 સ્થાનની છલાંગ લગાવી છે. ઝિમ્બાબ્વે સામે 109 રનની ઇનિંગ્સ બાદ તે 68મા નંબર પર પહોંચી ગયો છે. ટોની ડી જ્યોર્જી 54મા, ક્રેગ એર્વિન 72મા અને કૂપર કોનોલી 77મા સ્થાને છે. નેપાળનો દીપેન્દ્ર સિંહ ઐરી 84મા નંબર પર પહોંચી ગયો છે. નાથન એલિસે ઝિમ્બાબ્વે સામે 31 રન આપીને પાંચ વિકેટ લીધી હતી. તે પ્રથમ વખત વનડે બોલરોની ટોપ-20 રેન્કિંગમાં સામેલ થયો છે. દીપેન્દ્રને બોલિંગ અને ઓલરાઉન્ડર રેન્કિંગમાં પણ ફાયદો થયો છે.
    Click here to Read More
    Previous Article
    'Not Pressure, It's Motivation': India Women Chase Another Asian Games Kabaddi Gold
    Next Article
    ઓસ્ટ્રેલિયાએ ઝિમ્બાબ્વેને 59 રનથી હરાવ્યું:રેનશોની પહેલી વનડે સદી, એલિસની 5 વિકેટ; ટેલરે સચિનનો રેકોર્ડ તોડ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment