Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરવ ગાંગુલી ICC હોલ ઓફ ફેમમાં સામેલ થશે:ભારતના 12મા ક્રિકેટર બનશે; 11 જુલાઈએ થશે જાહેરાત

    8 hours ago

    ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેની જાહેરાત 11 જુલાઈએ સ્કોટલેન્ડના એડિનબર્ગમાં ICCની વાર્ષિક કોન્ફરન્સમાં થશે. ગાંગુલી હોલ ઓફ ફેમમાં સ્થાન મેળવનાર ભારતના 12મા ક્રિકેટર હશે. 54મા જન્મદિવસ પર ગાંગુલીને આ મોટી સિદ્ધિ મળવા જઈ રહી છે. આ જ દિવસે તેમની બાયોપિક 'દાદા- ધ સૌરવ ગાંગુલી સ્ટોરી'નો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો, જેમાં અભિનેતા રાજકુમાર રાવ 2002ની નેટવેસ્ટ ટ્રોફી જીત્યા બાદ લૉર્ડ્સની બાલ્કનીમાં જર્સી લહેરાવતા જોવા મળ્યા. પોસ્ટર શેર કરતા ગાંગુલીએ તેને પોતાના માટે સૌથી શ્રેષ્ઠ ભેટ ગણાવી. 2000માં ટીમ ઇન્ડિયાની કમાન સંભાળી હતી મેચ ફિક્સિંગ વિવાદ બાદ 2000માં ગાંગુલીએ ભારતીય ટીમની કપ્તાની સંભાળી. તેમણે વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, મોહમ્મદ કૈફ અને બાદમાં મહેન્દ્ર સિંહ ધોની જેવા ખેલાડીઓ પર ભરોસો મૂક્યો. તેમની કપ્તાનીમાં ભારતે 2002 ચેમ્પિયન્સ ટ્રોફી જીતી, 2003 વનડે વર્લ્ડ કપની ફાઇનલ રમી, ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી, 2004માં પાકિસ્તાનમાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતી અને ઓસ્ટ્રેલિયાની 16 મેચોની ટેસ્ટ જીતની લય પણ તોડી. વનડેમાં 11 હજારથી વધુ રન બનાવ્યા ગાંગુલીએ ભારત માટે 113 ટેસ્ટમાં 7212 રન બનાવ્યા, જેમાં 16 સદીનો સમાવેશ થાય છે. 311 વનડેમાં તેમના નામે 11363 રન અને 22 સદી નોંધાયેલી છે. તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 132 વિકેટ પણ લીધી. બેટિંગ પછી તેઓ BCCI અધ્યક્ષ અને હાલમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધ્યક્ષ પણ રહ્યા છે. કપિલ દેવ, સચિન પહેલાં સામેલ થઈ ચૂક્યા છે ગાંગુલીના સમાવેશ બાદ ICC હોલ ઓફ ફેમમાં ભારતના ખેલાડીઓની સંખ્યા 12 થઈ જશે. તેમની પહેલા બિશન સિંહ બેદી, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર, વિનુ માંકડ, વીરેન્દ્ર સેહવાગ, ડાયના એડુલ્જી, નીતુ ડેવિડ અને મહેન્દ્ર સિંહ ધોની આ સન્માન મેળવી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    ED Freezes TMC Bank Accounts: Mamata-Ritabrata की लड़ाई के बीच TMC के 440 Crore क्यों हुए फ्रीज़?
    Next Article
    Editor's View: ભારતની ચાલમાં ચીન ફસાયું:મોદીએ દુખતી નસ દબાવી, ડ્રેગનનાં પાટિયાં પાડી શકે મલાક્કા સ્ટ્રેટ, દરિયાઇ દાદાગીરી સામે ખતરનાક સ્ટ્રેટેજી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment