Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ICC વિમન્સ ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી 12 નવેમ્બરથી:આ વખતે 10 ટીમ રમશે; પહેલીવાર 5 ફુલ મેમ્બર્સ ટીમ

    2 days ago

    ICCએ વુમન્સ ઇમર્જિંગ નેશન્સ ટ્રોફીનું શેડ્યૂલ જાહેર કરી દીધું છે. ટુર્નામેન્ટની બીજી આવૃત્તિ 12થી 25 નવેમ્બર સુધી UAEમાં રમાશે. આ વખતે ટુર્નામેન્ટમાં 8ને બદલે 10 ટીમ ભાગ લેશે. તેમાં 5 ICC ફુલ મેમ્બર દેશોની ટીમ પણ સામેલ હશે. જોકે, તેમાં ભારત સામેલ નથી. ટુર્નામેન્ટની મેચ અજમાન શહેરના 2 સ્થળો પર રમાશે. તેમાં કારવાન સ્પોર્ટ્સ અને સેવન ડિસ્ટ્રિક્ટ્સ મેદાન સામેલ છે. ટીમને 2 ગ્રુપમાં વહેંચવામાં આવી, લીગ બાદ સુપર-6 રાઉન્ડ યોજાશે તમામ 10 ટીમને 5-5ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ સ્ટેજ બાદ સુપર-6 રાઉન્ડ યોજાશે. ત્યારબાદ ફાઇનલ મુકાબલો રમાશે. પ્રથમ ટાઇટલ થાઈલેન્ડે જીત્યું હતું ટુર્નામેન્ટની પ્રથમ આવૃત્તિ 2025માં રમાઈ હતી. તેમાં યજમાન થાઈલેન્ડે ખિતાબ જીત્યો હતો. તેને વધુ સારા નેટ રન રેટના આધારે ચેમ્પિયન જાહેર કરવામાં આવ્યું હતું. ICC મુજબ, આ ટુર્નામેન્ટથી ઉભરતી ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે નિયમિત સ્પર્ધાની તકો આપવાનું મહત્વ સામે આવ્યું.
    Click here to Read More
    Previous Article
    Only 4 Grams Chips In 15 Grams Lay's Packet, Jaipur Man Gets Rs 8,000 Compensation
    Next Article
    હસીનાના ભાગવાનો વીડિયો બનાવનાર અધિકારીનું મોત:પરિવારને હત્યાની શંકા; તખ્તાપલટ બાદ હેલિકોપ્ટરથી ભારત આવ્યા હતા પૂર્વ બાંગ્લાદેશી પીએમ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment