Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે મુનીર સાથે વાત કરી, રાજસ્થાનની HPCL રિફાઈનરીમાં ભીષણ આગ, MLAની હાજરીમાં બૂટલેગરે સભા સંબોધી

    9 hours ago

    નમસ્તે, રાજસ્થાનમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમની રિફાઇનરીમાં આગ લાગી ગઈ. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ સાથે ટેલિફોન પર વાતચીત કરી. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ જણાવીશું કે રાહુલ ગાંધીના બેવડી નાગરિકતાવાળા કેસમાંથી ન્યાયાધીશ કેમ ખસી ગયા... ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ઓડિશાના પ્રવાસે રહેશે. આ દરમિયાન તેઓ એક જનસભાને સંબોધિત કરશે. 2. ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જર્મની જશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાજસ્થાનની HPCL રિફાઇનરીમાં આગ બાદ મોદીનો કાર્યક્રમ મોકૂફ:કાલે આ રિફાઈનરીનું ઉદ્દઘાટન થવાનું હતું, કર્મચારીઓને બહાર કઢાયા રાજસ્થાનના બાડમેર નજીક બાલોત્રામાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ (HPCL) રિફાઇનરીમાં સોમવારે બપોરે 2 વાગ્યે ભીષણ આગ લાગી હતી. અહેવાલો અનુસાર, રિફાઇનરીના બે ક્રૂડ ઓઇલ રિફાઇનિંગ યુનિટમાં આગ લાગી હતી. જ્યારે યુનિટમાંથી ધુમાડો નીકળવા લાગ્યો, ત્યારે કર્મચારીઓએ ફાયર સેફ્ટી સિસ્ટમ સક્રિય કરી. ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા અને લગભગ બે થી ત્રણ કલાકમાં આગને કાબુમાં લીધી, યુનિટમાંથી આગની જ્વાળાઓ સતત વધી રહી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે આશરે ₹79,459 કરોડના ખર્ચે બનેલી આ રિફાઇનરીનું ઉદ્ઘાટન કરવાના હતા. આ ઘટનાને કારણે તેમનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. આગ લાગતાની સાથે જ સમગ્ર વિસ્તાર ખાલી કરાવી લેવામાં આવ્યો હતો, અને કોઈ જાનહાનિ થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નુકસાન અને આગનું કારણ હજુ પણ આકારણી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. વાંચો સંપૂ્ર્ણ સમાચાર… 2. ટ્રમ્પે પાકિસ્તાની આર્મી ચીફ મુનીર સાથે વાત કરી, જેડી વેન્સના પાકિસ્તાન રવાના થવાનો દાવો ખોટો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સાથે ફોન પર વાત કરી છે. પાકિસ્તાની સુરક્ષા સૂત્રના જણાવ્યા અનુસાર, ટ્રમ્પે કહ્યું કે તેઓ હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધી અંગે વ્યક્ત કરેલી ચિંતાઓ પર વિચાર કરશે. સૂત્રના જણાવ્યા અનુસાર, બંનેએ આ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરી. અસીમ મુનીરે ટ્રમ્પને કહ્યું કે જો હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી ચાલુ રહેશે તો ઈરાન સાથેની વાટાઘાટોમાં અવરોધ આવશે. ટ્રમ્પે જવાબ આપતાં કહ્યું કે તેઓ તેના પર વિચાર કરશે. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સના પાકિસ્તાન રવાના થવાનો દાવો ખોટો છે. AP રિપોર્ટ અનુસાર, તેઓ સોમવારે સવારે વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસમાં જોવા મળ્યા હતા, જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ રવાના થઈ ચૂક્યા છે. આ અગાઉ ટ્રમ્પે ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ઇન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે વેન્સ ઈસ્લામાબાદ જવા નીકળી ગયા છે. જોકે રિપોર્ટ મુજબ તેમનો કાફલો સવારે લગભગ 11 વાગ્યે વ્હાઇટ હાઉસ પહોંચ્યો હતો. જેનાથી સ્પષ્ટ થઈ ગયું કે ટ્રમ્પનો દાવો ખોટો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર… 3. રાહુલની બેવડી નાગરિકતા કેસમાંથી હાઈકોર્ટના જજ હટ્યા:CBI તપાસ-FIR નો આદેશ આપ્યો, પછી પાછો ખેંચ્યો હતો; અરજદારની પોસ્ટમાં પૈસા લેવાનો ઉલ્લેખ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના બેવડી નાગરિકતા કેસમાંથી અલ્હાબાદ હાઈકોર્ટના જજ સુભાષ વિદ્યાર્થીએ પોતાને અલગ કરી લીધા છે. સોમવારે જજે આ નિર્ણય અરજદારની પોસ્ટથી નારાજ થઈને લીધો છે. અરજદારે પોસ્ટ કર્યું હતું કે જો તમે કોઈ પાસેથી પૈસા લીધા હોય તો તેને પાછા આપી દો, નહીં તો તમારે જેલમાં જવું પડશે. જોકે તેણે પોતાની પોસ્ટમાં જજનો ઉલ્લેખ કર્યો ન હતો. હકીકતમાં 17 એપ્રિલે જજે રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવા અને કેસની તપાસ CBI દ્વારા કરાવવાનો આદેશ આપ્યો હતો. બીજા જ દિવસે પોતાનો નિર્ણય બદલતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને નોટિસ જાહેર કર્યા વિના નિર્ણય કરવો યોગ્ય નથી. વાંચો સંપૂર્ણ સમાચાર… 4. જમ્મુમાં મુસાફરોથી ભરેલી બસ 100 ફૂટ નીચે ખાબકી, 21નાં મોત:પૂરઝડપે દોડતી બસનું ટાયર ફાટ્યું, ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો, બસમાંથી ઉછળી લોકો બહાર પડ્યા; રસ્તા પર લાશોના ઢગલા જમ્મુના ઉધમપુરમાં સોમવારે સવારે એક બસ કગોટ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બની. રામનગરથી આવી રહેલી બસ જાલો નજીક રસ્તા પરથી 100 ફૂટ નીચે ખાબકીને પલટી ગઈ. આ અકસ્માતમાં 21 લોકોના મોત થયા છે. જ્યારે 29થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે ઉધમપુર મોકલવામાં આવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક વધી શકે છે. સવારે 10 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો. બસમાં 50 મુસાફરો સવાર હતા, જેમાંથી મોટાભાગના લોકો રામનગરથી ઉધમપુર જઈ રહ્યા હતા. 15 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બાકીના 6 મુસાફરોના સારવાર દરમિયાન મોત થયા હતા. ઘાયલોના જણાવ્યા મુજબ, બસ ઓવરલોડ હતી અને તે પૂરઝડપે દોડી રહી હતી. કાગોટ નાળા પાસે, અચાનક ટાયર ફાટ્યું, જેના કારણે ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને બસ રસ્તા પરથી નીચે પડી ગઈ. અકસ્માતમાં બસનો ઉપરનો ભાગ સંપૂર્ણપણે કચ્ચરઘાણ થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસ પલટી જતાં જ તેમાં બેઠેલા મુસાફરો ઉછળીને બહાર પડ્યા હતા, જેમાંથી કેટલાકના મૃતદેહ રસ્તા પર વિખરાયેલા પડ્યા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર… 5. જજને કેસમાંથી હટાવવાની કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવી:જસ્ટિસ સ્વર્ણકાંતા બોલ્યા- જો હું હટીશ તો સંદેશ જશે કે દબાણ કરીને જજને હટાવી શકાય છે દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માએ દારૂ નીતિ કેસ સાથે સંકળાયેલા પૂર્વ CM અરવિંદ કેજરીવાલની તે અરજીને ફગાવી દીધી છે, જેમાં જજને કેસમાંથી હટાવવાની માગ કરવામાં આવી હતી. જસ્ટિસ સ્વર્ણકાંતાએ કહ્યું- હું આ મામલાથી પોતાને અલગ નહીં કરું. હું સુનાવણી કરીશ. જો હું હટી જઈશ તો એવો સંદેશ જશે કે દબાણ કરીને કોઈપણ કેસમાંથી જજને હટાવી શકાય છે. કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાંતા પર પક્ષપાત અને હિતોના ટકરાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે જજ RSS સાથે જોડાયેલા સંગઠનના કાર્યક્રમમાં ઘણી વખત ગયા છે. તેમના બાળકો કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતા સાથે કામ કરે છે. જસ્ટિસ સ્વર્ણકાંતાએ કેજરીવાલના આરોપો પર જવાબ આપ્યો. તેમણે કહ્યું- જો કોઈ જજ પદના શપથ લે છે તો તેનો અર્થ એ નથી કે તેનો પરિવાર પણ આ વ્યવસાયમાં ન આવવાના શપથ લે. જજના બાળકો કે પરિવાર પોતાનું જીવન કેવી રીતે જીવશે, તે કોઈ નક્કી કરી શકતું નથી. વાંચો સંપૂર્ણ સમાચાર… 6. હારીજમાં MLAની હાજરીમાં બૂટલેગરે સભા સંબોધી, 'આજથી દારૂ વેચવાનું બંધ':રાજકોટમાં રીવાબા બોલ્યા કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે, નણંદ નયનાબાએ કહ્યું એ તો 28મીએ ખબર પડશે ચાણસ્મા વિધાનસભા હેઠળ આવતી હારીજ તાલુકાની મોકા જિલ્લા પંચાયત બેઠકના પ્રચાર દરમિયાન સર્જાયો હતો. કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના સમર્થનમાં આયોજિત આ સભામાં ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર પણ ઉપસ્થિત હતા. તેમની હાજરીમાં જ કેટલાક સ્થાનિક શખ્સોએ માઈક સંભાળ્યું હતું અને પોતે દારૂના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું સ્વીકારીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. રાજકોટમાં આવેલા રીવાબા જાડેજાએ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા નણંદ નયનાબાને શુભેચ્છા પાઠવી. સાથે જ કહ્યું કે જીત ભાજપની જ થશે મને પૂરો ભરોસો છે. ભાજપના કાર્યકર્તાઓ પર મને પૂર્ણ વિશ્વાસ છે કે 26 તારીખે ભાજપની પેનલના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડશે અને કોંગ્રેસને જડબાતોડ જવાબ આપશે. નણંદ નયનાબાએ પણ ભાભી રીવાબાની શુભેચ્છાનો આભાર માની કહ્યું કે જીત કોની થશે એ તો 28 તારીખે જ ખબર પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર… 7. રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ સૌથી હોટ શહેર:દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી, અંબાલાલની આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી રાજ્યમાં માવઠાની આગાહીની વચ્ચે લોકો આકરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન તરફ એક સિસ્ટમ સક્રિય થતાં તેના પ્રભાવ હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી તરફ રાજ્યમાં સતત ત્રીજા દિવસે રાજકોટ હોટ સિટી રહ્યું છે. રાજકોટ, અમદાવાદ, અમરેલીમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો અકળાયા હતા. તો બીજી તરફ 26મી એપ્રિલે રાજ્યના સંભવિત તાપમાનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ યાજ્ઞિકે કરેલી આગાહીએ રાજકારણીઓની ચિંતા વધારી દીધી છે. વાંચો સંપૂર્ણ સમાચાર… 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : તમિલનાડુમાં AIADMK અને DMK કાર્યકરો વચ્ચે ઘર્ષણ:કરુરમાં પૂર્વ મંત્રીના પ્રચાર દરમિયાન વિવાદ; રાહુલ ગાંધીએ કહ્યું-BJP સામે AIADMK ઘૂંટણીયે પડ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : જાપાનમાં 7.5નો પ્રચંડ ભૂકંપ:સુનામીનું એલર્ટ, 3 મીટર સુધી ઊંચા મોજાં ઊછળવાની શક્યતા; લોકોને ઊંચી જગ્યાએ પહોંચી જવા અપીલ વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : પાકિસ્તાની આતંકવાદીએ જયપુરમાં નિકાહ કર્યા!:2012માં જમ્મુમાં ઘુસ્યો, ખોટા કાગળીયા કરીને નકલી પાસપોર્ટ બનાવ્યો, 2024માં વિદેશ ભાગી ગયો વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકાની રાહત સામે યુક્રેનનો ડ્રોન પ્રહાર:અમેરિકાએ રશિયાને તેલ વેચાણમાં રાહત આપતા ભડકેલા યુક્રેનનો રશિયન ઓઇલ રિફાઇનરીઓ પર ભીષણ ડ્રોન હુમલો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : ચાંદી આજે ₹1,214 વધીને ₹2.51 લાખ પર પહોંચી:સોનું ₹347 વધીને ₹1.52 લાખ પ્રતિ 10 ગ્રામ થયું, આ વર્ષે ₹19 હજાર વધી ચૂક્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : MATCH મસાલા પ્રીતિ ઝિન્ટાએ કોને KISS આપી?:હગ મળતા અર્શદીપ આઉટ ઓફ કંટ્રોલ; પોન્ટીંગના હાથનો માર ખાતા શશાંક બચ્યો!, જુઓ VIDEO વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ભાસ્કર ચારધામ યાત્રા ગાઈડ:કેદારનાથ-બદ્રીનાથ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ ગાઈડ તમારા માટે ઉપયોગી; આને વાંચ્યા વિના ન જતા વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ હિમાચલમાં 73 વર્ષના દાદીએ પેરાગ્લાઈડિંગ કર્યું હિમાચલ પ્રદેશના બીર બિલિંગનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં 73 વર્ષના દાદી પૂરા જોશ સાથે પેરાગ્લાઈડિંગ કરતા જોવા મળ્યા. આ તેમનું પ્રથમ સાહસ નહોતું, આ પહેલા પણ તેઓ મસૂરીમાં એડવેન્ચર રાઈડ્સ કરી ચૂક્યા છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View: હોર્મુઝનો દરિયો ફરી ઉકળ્યો:ભારતીય જહાજો પર ફાયરિંગથી મોદી સરકાર એક્શનમાં, અમેરિકાએ ઇરાનનાં શિપને કબજામાં લીધું, સપ્લાય ચેઇન પર ફરી ખતરો 2. ભાસ્કર સિરીઝ : ‘બાળકની લાશ પર ખોપરી રાખીને નારાયણ સાંઈ વિધિ કરતો હતો’: ‘એ પોતે ગાડીની પાછલી સીટ પર બેસે અને છોકરીને પોતાના પગ પાસે બેસાડીને...’ 3. ગ્રાઉન્ડ રિપોર્ટ : ગાયોને ગરમીથી બચાવવા સ્પ્રિંકલર ફૂવારા અને ખાસ ડોમ:માણસોનો કુંભ તો જોયો હશે, હવે જુઓ ગૌ મહાકુંભ; અમદાવાદમાં 116 વીઘામાં ઊભું કરાયું 'ગોકુળ' 4. એક્સક્લૂસિવ : ફિલ્મ 'ધુરંધર'ના નિર્માતાઓ સામે દુબઈ ઇન્ટરનેશનલ કોર્ટમાં થશે કેસ:કાનૂની નોટિસ મોકલવા ચૌધરી અસલમની પત્નીની તૈયારી, આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાકીય પેચ ફસાયો 5. આજનું એક્સપ્લેનર:17 કલાકની ઊડાન ભરીને ઈસ્લામાબાદ પહોંચ્યા જેડી વેન્સ, પણ ઈરાન આવવા તૈયાર નથી; શું ઈરાની જહાજ પર કબજો અમેરિકાની ભૂલ? 6. મંડે મેગા સ્ટોરી : મુસ્લિમ મહિલાઓની મસ્જિદમાં એન્ટ્રી, છોકરીઓના ખતના:આવા 66 બનાવ પર અસર કરશે સબરીમાલાનો નિર્ણય; શિવ- વિષ્ણુથી જન્મેલા અયપ્પાની કહાની 7. ગ્રાઉન્ડ રિપોર્ટ: ભગવાન મુરૂગનના ઘરમાં દરગાહનો રસ્તો બંધ:બાબરી જેવા શોર, રામ મંદિર જેવો દાવ; શું મદુરાઈની પહાડી બનશે BJPની ચૂંટણી સીડી 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊​​​​​​​ માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ:ગ્રહોના સાથથી ધન રાશિને મહેનતનું મીઠું ફળ મળશે, મકર અને કુંભ રાશિને પ્રમોશનના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
    Click here to Read More
    Previous Article
    Trustee row escalates: Eligibility clause bars non-Zoroastrian trustees, says Mehli Mistry
    Next Article
    From street thieves to resellers: Delhi Police to step up action against mobile theft network

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment