Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બીજા દિવસે પણ સુરેન્દ્રનગર રાજ્યનું ‘HOTTEST’ શહેર:આજે કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનું યલો એલર્ટ; 15 મે સુધી હીટવેવની આગાહી

    8 hours ago

    માવઠા બાદ રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. 10 શહેરોમાં ગરમીનો પારો 40°C પાર પહોંચી ગયો છે. સતત બીજા દિવસે સુરેન્દ્રનગર 44.3°C સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે. છેલ્લા 24 કલાકના હવામાન વિભાગના આંકડા મુજબ, ઘણા જિલ્લાઓના મહત્તમ તપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થયો છે, તો કેટલાક શહેરોની ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. સુરતમાં 2 ડિગ્રીના ઘટાડા સાથે ગરમીનો પારો 37.6°Cએ પહોંચતા લોકોને થોડી રાહત મળી છે. હવામાન વિભાગે, આજે (9 મે) કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં હીટવેવને લઈ યલો એલર્ટ જારી કર્યું છે. આગામી 15 મે સુધી રાજ્યમાં આકરો તાપ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પણ અપીલ કરવામાં આવી છે. આજે રાજકોટમાં 44°C ગરમી રહેવાની સંભાવના હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ, આજે સૌથી વધુ ગરમી રાજકોટમાં નોંધાશે. અહીં મહત્તમ તાપમાનનો પારો 44°C પહોંચી શકે. જ્યારે અમદાવાદમાં 43°C, વડોદરામાં 42°C, ભૂજમાં 42°C, ગાંધીનગરમાં 43°C, ભાવનગરમાં 41°C, અમરેલીમાં 43°C, સુરતમાં 39°C અને ડીસામાં 42°C તાપમાન નોંધાશે. 15 મે સુધી હીટવેવની આગાહી હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં વધુ 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. હીટવેવને લઈને પણ મહત્વની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં આગામી 15 મે સુધી હીટવેવની અસર રહી શકે છે, જ્યારે ગુજરાત રીજનમાં 9થી 15 મે સુધી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવાની શક્યતા છે. 10 મેએ 12 જિલ્લામાં ગરમીનું યલો એલર્ટ આજે કચ્છ, દ્વારકા, રાજકોટ અને સુરેન્દ્રનગર વિસ્તારમાં હીટવેવની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 10 મેએ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, સુરત અને વડોદરામાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના જિલ્લામાં 15 મે સુધી હીટવેવની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેની ઝડપ 15થી 20 નોટ્સ સુધી રહી શકે છે અને કેટલાક વિસ્તારોમાં તે વધીને 25 નોટ્સ સુધી પહોંચવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ગ્લેમરની દુનિયામાં મેકઅપ વિના સુપરસ્ટાર બની:ડૉ.સાઈ પલ્લવીની કંગનાની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ બનવાથી લઈને 'રામાયણ'ની સીતા સુધીની રસપ્રદ સફર
    Next Article
    Hantavirus Update: WHO Chief, Spanish Health Authorities To Coordinate Ship Evacuation In Canary Islands

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment