Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HNGU દ્વારા 35 પરીક્ષાઓ શરૂ: 50 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે:પાટણ યુનિવર્સિટીમાં સ્નાતક-અનુસ્નાતક સેમેસ્ટરની પરીક્ષા; દિવાળી પછી બીજો તબક્કો

    4 days ago

    હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આજથી વિવિધ અભ્યાસક્રમોની અંદાજે 35 જેટલી પરીક્ષાઓ શરૂ થઈ છે. સ્નાતક સેમેસ્ટર-5 અને અનુસ્નાતક સેમેસ્ટર-3ની આ પરીક્ષાઓમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી અંદાજે 50,000 જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની સત્રાંત પરીક્ષાઓનો આજથી શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. યુનિવર્સિટી દ્વારા આયોજિત આ પ્રથમ તબક્કાની પરીક્ષાઓમાં સ્નાતક કક્ષાના બી.એ., બી.એસસી. અને બી.કોમ. સેમેસ્ટર-5 તેમજ અનુસ્નાતક કક્ષાના વિવિધ વિષયોની સેમેસ્ટર-3 ની પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. આ તમામ અભ્યાસક્રમો મળીને કુલ 35 જેટલી જુદી-જુદી પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે 50,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર ઉપસ્થિત રહીને પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના સુચારુ સંચાલન માટે તમામ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પરીક્ષા સંદર્ભે વિગતો આપતા યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની આ 35 પરીક્ષાઓનું સંચાલન નિર્ધારિત કાર્યક્રમ મુજબ શરૂ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે ઉમેર્યું હતું કે દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ બાકી રહેતા અન્ય અભ્યાસક્રમો અને સેમેસ્ટરો માટે બીજા તબક્કાની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવશે, જે અંગેનો વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરાશે.
    Click here to Read More
    Previous Article
    જામનગર પર અમેરિકાનો ડોળો:માર્કો રૂબિયો રિલાયન્સ રિફાઈનરી કેમ પહોંચ્યા; શું એક મુલાકાતથી ટ્રમ્પ ભારત સાથે ટ્રેડ ડીલ કરી નાખશે
    Next Article
    શહેરમાં ચાર અકસ્માતમાં ચારના મોત:કારચાલકે સાઈકલને અડફેટે લેતાં કિશોરનું મોત, ગાંધીનગરથી ગરબા રમીને પરત ફરતા યુવકને રિવરફ્રન્ટ પર કાર ચાલકે ઉડાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment