Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ HNGU રસાયણશાસ્ત્ર વિભાગમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન:2002-2006 બેચના 110થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત; કુલપતિએ સંબોધન કર્યું

    4 days ago

    પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ના રસાયણશાસ્ત્ર વિભાગ દ્વારા 'એલ્યુમિનિ મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં વર્ષ 2002 અને 2006ની બેચના 110 થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ્ય જૂની યાદો તાજી કરવાનો અને યુનિવર્સિટીના વિકાસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના યોગદાન અંગે ચર્ચા કરવાનો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના સાથે થયો હતો. રસાયણશાસ્ત્ર વિભાગના વડા પ્રો. (ડો.) સંગીતા શર્માએ ઉપસ્થિત સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ કોઈપણ શૈક્ષણિક સંસ્થાની સાચી મૂડી હોય છે. તેમણે વિભાગની પ્રગતિની રૂપરેખા પણ રજૂ કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ પ્રો. (ડો.) કે. સી. પોરિયાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના એમ્બેસેડર ગણાવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આ વિદ્યાર્થીઓ ઉદ્યોગ અને સમાજમાં જે સ્થાન ધરાવે છે તેનાથી યુનિવર્સિટીનું ગૌરવ વધ્યું છે અને તેઓ સંસ્થાના વિકાસમાં મજબૂત સ્તંભ સમાન છે. આ પ્રસંગે રજીસ્ટ્રાર ડો. આર. એન. દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિભાગના પૂર્વ વડા પ્રો. જે. ડી. જોષીએ વિદ્યાર્થીઓને નૈતિકતા અને મૂલ્યો પર ભાર મૂક્યો હતો, અને શૈક્ષણિક સફળતા સાથે જીવનમાં પ્રામાણિકતા અને કર્મયોગી બનવાનું આહવાન કર્યું હતું. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને પૂર્વ વડા પ્રો. જે. જે. વોરાએ એમ.ફિલ. અને પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધી શૈક્ષણિક ભવિષ્ય, પડકારો અને તકો અંગે માર્ગદર્શન આપ્યું હતું. પ્રો. એ. આર. મજમુદારે પોતાના શૈક્ષણિક અનુભવો રજૂ કર્યા, જ્યારે પ્રો. સી. પી. ભસીને 'નોબલ પ્રાઈઝનો ઇતિહાસ' વિષય પર વક્તવ્ય આપી સંશોધન ક્ષેત્રે આગળ વધવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમ દરમિયાન 'મેમરી લેન' સત્ર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સત્રમાં વર્ષ 2002 અને 2006ની બેચના વિદ્યાર્થીઓએ સ્ટેજ પર આવી પોતાની હોસ્ટેલ લાઈફ, લેબોરેટરીના અનુભવો અને જૂના કિસ્સાઓ યાદ કર્યા હતા. ઉદ્યોગોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાની સફળતામાં વિભાગ અને ગુરુજનોના ફાળાનો સ્વીકાર કર્યો હતો. તેમણે આગામી સમયમાં યુનિવર્સિટીના વિકાસમાં સહયોગી બનવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. જયશ્રીબેન દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં પ્રો. કે. એ. પરમારે આભાર વિધિ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લોઢવા–સુત્રાપાડા સ્ટેટ હાઇવે બન્યો 'મરણિયો માર્ગ':35 ગામના લોકો ત્રાહિમામ્, રોજના 450 ભારે ટ્રકોના ભાર હેઠળ રસ્તો બેસી ગયો, તાત્કાલિક રીપેરીંગ-પહોળાઈ વધારવાની માગ
    Next Article
    PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રના પડખામાં કેવી રીતે વાગી?:રાજકોટમાં ફ્લેટ નં-404માં મધરાત્રે રહસ્યમય બનાવ, PSI પંડ્યાના હાથમાં પણ ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment