Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સિવિલ પોસ્ટ પર બીમારીના આધારે પ્રમોશન રોકી શકાય નહીં':HIV ગ્રસ્ત CRPF મહિલાકર્મીના પ્રમોશન મામલે હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો ઉધડો લીધો, સેક્રેટરી સામે કન્ટેમ્પ્ટની ચીમકી

    7 hours ago

    સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) માં ફરજ બજાવતી HIV ગ્રસ્ત મહિલા કર્મચારીને કોર્ટના સ્પષ્ટ આદેશ છતાં સમયસર પ્રમોશન અને એરિયર્સના લાભ ન આપવાના મામલે ગુજરાત હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સામે લાલ આંખ કરી છે. અગાઉ કોર્ટે મહિલા અધિકારીના પક્ષમાં ચુકાદો આપીને તેમના જુનિયર્સને પ્રમોશન મળ્યું તે તારીખથી તમામ નાણાકીય લાભ આપવા આદેશ કર્યો હતો, તેમ છતાં ઓથોરિટી દ્વારા યોગ્ય અમલ ન થતાં હાઇકોર્ટે સખત નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે ગૃહ મંત્રાલયની ભેદભાવપૂર્ણ નીતિની આકરી ઝાટકણી કાઢતાં ચેતવણી આપી છે કે, જો નિર્ધારિત સમયમાં કોર્ટના હુકમનું પાલન નહીં થાય તો કેન્દ્રીય ગૃહ સચિવ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શેપ-1 કેટેગરીના નામે પ્રમોશનથી વંચિત રાખવાનો વિવાદ મહિલા અરજદારે એડવોકેટ સ્વપ્નેશ્વર ગૌતમ મારફતે હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને CRPFમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મિનિસ્ટ્રીઅલ) પોસ્ટના પ્રમોશન માટેના વર્ષ 2011ના નિયમોને પડકાર્યા હતા. અરજદાર HIVગ્રસ્ત હોવાના કારણે મેડિકલ બોર્ડે તેઓ ‘શેપ-01’ કેટેગરીમાં આવતા ન હોવાનું જણાવી પ્રમોશન આપવાનો ઇનકાર કર્યો હતો. આ સામે હાઇકોર્ટે અગાઉ સ્પષ્ટ નોંધ્યું હતું કે, અરજદાર સાથે ખુલ્લો ભેદભાવ થયો છે અને તેમના જુનિયર્સને પ્રમોશન આપી દેવાયું છે, જેથી અરજદારને પણ પાછલી અસરથી તમામ પ્રમોશનલ લાભ અને એરિયર્સ ચૂકવવાનો આદેશ કરાયો હતો. વર્ષ 2016ના બદલે 2019થી પ્રમોશન આપવાની તૈયારી દર્શાવતાં વિવાદ વકર્યો હાઇકોર્ટના સ્પષ્ટ આદેશ છતાં તંત્ર દ્વારા અરજદારને વર્ષ 2016થી મળવાપાત્ર પ્રમોશનના બદલે વર્ષ 2019થી પ્રમોશન આપવાની તૈયારી બતાવાઈ હતી, કારણ કે તેમનો છેલ્લો મેડિકલ રિપોર્ટ 2018માં આવ્યો હતો. જોકે અરજદારના જુનિયર્સને 2016માં લાભ મળી ચૂક્યો હોવાથી અને અરજદારનો રિપોર્ટ 2015માં પણ થયેલો હોવાથી તેઓ 2016થી જ હકદાર બનતા હતા. આ બાબતે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના વકીલે 25 ઓગસ્ટે મળેલી મેડિકલ બોર્ડની બેઠક અને P1થી P5 મેડિકલ કેટેગરીના નિયમોનો હવાલો આપતાં કોર્ટે તંત્રની દલીલોને સદંતર ફગાવી દીધી હતી. સિવિલ અને મિનિસ્ટ્રીઅલ જોબમાં ક્લિનિકલ કન્ડિશન નડતરરૂપ ન બની શકે હાઇકોર્ટે કડક શબ્દોમાં ટકોર કરી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય કોઈ ઓફિસ મેમોરેન્ડમ દ્વારા મનસ્વી વર્ગીકરણ કરીને કાયદા વિરુદ્ધ જઈ શકે નહીં. જો કોઈ કર્મચારી લડાયક ટુકડી (કોમ્બેટ રોલ) માં હોય તો શારીરિક ક્ષમતાની શરતો સમજી શકાય, પરંતુ સિવિલ કે મિનિસ્ટ્રીઅલ ડેસ્ક જોબમાં જ્યાં કોઈ ફિલ્ડ વર્ક નથી ત્યાં મેડિકલ કેટેગરીના બહાને પ્રમોશન રોકવું ગેરબંધારણીય છે. કોર્ટે સવાલ કર્યો હતો કે, હૃદયરોગ કે ડાયાબિટીસ ધરાવતા દર્દીઓને કઈ કેટેગરીમાં મૂકશો અને આવા નિયમો પાછળ શું લોજિક છે. HIV એક્ટ 2017 અને બંધારણના આર્ટિકલ 14, 16 અને 21નો ભંગ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે સર્વિસ દરમિયાન HIVનો ચેપ લાગ્યો હોય તો તેના આધારે પ્રમોશન અટકાવી શકાય નહીં અને આવા ભેદભાવને રોકવા માટે જ દેશમાં વિશેષ HIV એક્ટ લાવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા લાગુ કરાયેલા આ નિયમો બંધારણના આર્ટિકલ 14, 16 અને 21 હેઠળ મળેલા સમાનતા અને જીવન જીવવાના મૂળભૂત અધિકારોનો સીધો ભંગ કરે છે. હાઇકોર્ટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સમગ્ર મામલે યોગ્ય અમલવારી માટે 3 અઠવાડિયાનો આખરી સમય આપ્યો છે અને પૂર્વગ્રહયુક્ત માનસિકતા સુધારવા તાકીદ કરી છે.
    Click here to Read More
    Previous Article
    Vishwanath & Sons BO Collection Day 18: Suriya Starrer Keeps The Momentum Going
    Next Article
    જજ અલ્પેશ કોગજેને MP હાઈકોર્ટના ચીફ-જસ્ટિસ બનાવવા સુપ્રીમ કોર્ટની ભલામણ:વર્ષ 2008 અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં હાઈકોર્ટ દ્વારા અપાયેલા ચુકાદાના ડબલ જજની બેંચ પૈકીના એક જસ્ટિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment