Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    HDFC બેંકના નવા MD અને CEO બન્યા અનૂપ બાગચી:RBIએ મંજૂરી આપી, શશિધર જગદીશનની જગ્યાએ 27 ઓક્ટોબરથી સંભાળશે કમાન

    13 hours ago

    HDFC બેંકે અનૂપ બાગચીને પોતાના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા છે. બાગચી 27 ઓક્ટોબરથી પદભાર સંભાળશે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. RBIની મંજૂરી મળ્યા બાદ બેંકે 1 ઓક્ટોબરે સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી હતી. વર્તમાન MD અને CEO શશિધર જગદીશનનો કાર્યકાળ 26 ઓક્ટોબરે સમાપ્ત થઈ રહ્યો છે. જગદીશને આગામી કાર્યકાળ માટે ફરીથી નિમણૂકની માગ કરી નહોતી. અનૂપ બાગચીને બેંકિંગ અને ફાઇનાન્શિયલ ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. ભારતની સૌથી મોટી ખાનગી બેંક HDFCની કમાન સંભાળતા પહેલાં તેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO રહી ચૂક્યા છે. MD-CEOની રેસમાં કાયદઝાદ ભરુચાનું નામ પણ સામેલ હતું આ પહેલાં મીડિયા અહેવાલોમાં જણાવાયું હતું કે બેંકે ટોચના પદ માટે બે નામોનો પ્રસ્તાવ મોકલ્યો હતો. તેમાં પહેલું નામ અનૂપ બાગચીનું હતું, જેઓ ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સના MD અને CEO છે. જ્યારે બીજું નામ કાયદ ભરુચાનું હતું, જેઓ HDFC બેંકના ડેપ્યુટી MD છે. કોટક બેંકના MD અને CEO બન્યા અનૂપ કુમાર આ પહેલાં આજે જ કોટક મહિન્દ્રા બેંકે અનૂપ કુમાર સાહાની પોતાના નવા MD અને CEO તરીકે નિમણૂક કરી છે. તેમનો કાર્યકાળ 3 વર્ષનો રહેશે. સાહા 1 જાન્યુઆરી 2027થી આ પદ સંભાળશે. તેઓ હાલમાં બેંકમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદે છે. સાહા પાસે 32 વર્ષથી વધુનો અનુભવ છે. તેમાં બેંકિંગ અને નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓમાં 25 વર્ષનો અનુભવ સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    रोज मेट्रो से जाती थी, उस दिन रैपिडो की...दिल्ली से नोएडा जा रही DU छात्रा की एक्सीडेंट में मौत, पढ़ाई के लिए असम से आई थी
    Next Article
    ‘કંપનીએ આતંકવાદી પાળ્યો’:નેતન્યાહૂએ કહ્યું- ફ્લાઇટ હાઇજેક કરનાર કટ્ટરપંથી કો-પાઇલટનું બ્રેનવોશ થયું, મહિલાઓને નફરત કરતો, પકડાયા પછી બૂમો પાડી, 'મને મારી નાખો'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment