Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેશ ડીપોઝિટ મશીનમાંથી નકલી નોટો મળી:વડોદરાના વાઘોડિયા રોડ પર HDFC બેન્કના CDMમાંથી 500 રૂપિયાના દરની 20 નકલી નોટો મળી, ક્રાઈમ બ્રાન્ચે CCTVના આધારે નોટો જમા કરાવનારની શોધખોળ શરૂ કરી

    3 days ago

    વડોદરા શહેરની HDFC બેન્કની વાઘોડિયા રોડ શાખામાં આવેલા કેશ ડીપોઝિટ મશીનમાં રૂ. 10 હજારની ભારતીય ચલણની 500ના દરની 20 નકલી નોટો જમા થઈ છે. આ મામલે બેન્ક કર્મચારીએ અજાણ્યા ઇસમ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના સમા-સાવલી રોડ વિસ્તારના રહેવાસી ભાર્ગવ મુકેશભાઈ પાઠક (ઉ.વ.38), જે બેન્કમાં ટેલર ઓથોરાઈઝર તરીકે ફરજ બજાવે છે, તેઓએ જણાવ્યું હતું કે તા. 29 એપ્રિલના રોજ સવારે CDM મશીન ચેક કરતાં રૂ. 500ની 20 નકલી નોટો મળી આવી હતી. મશીન દ્વારા આ નોટોને ડુપ્લિકેટ તરીકે ઓળખીને અલગ બોક્સમાં મૂકવામાં આવી હતી. બેન્કની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ નોટો રાત્રિના 03:48 વાગ્યે એક એકાઉન્ટમાં જમા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ એકાઉન્ટ વલસાડ જિલ્લાના ડુંગરી ગામના મારૂ સાગર રમેશભાઈના નામે છે. જોકે, એકાઉન્ટ ધારકે આ નાણાં જમા કર્યા હોવાનો ઇન્કાર કર્યો હતો અને કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા જમા કરાવાયા હોવાનું જણાવ્યું હતું. CDM મશીનમાં રૂ. 10,000ની જમા કરાયેલી તમામ નોટો નકલી હોવાનું બહાર આવતા રકમ ખાતામાં જમા કરવામાં આવી નથી. આ નકલી નોટો બેન્ક દ્વારા સેફ કસ્ટડીમાં રાખવામાં આવી છે. આ બનાવને ગંભીરતાથી લઈ બેન્ક મેનેજરની સૂચના મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CDM મશીનના CCTV ફૂટેજ તેમજ અન્ય પુરાવાના આધારે નોટ જમા કરાવનાર અજાણ્યા ઇસમની શોધખોળ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વલભીપુરમાં ચૂંટણી પ્રચારની અદાવતમાં યુવકને મારી નાખવાની ધમકી:બે શખ્સોએ ટાંટીયા ભાંગી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, પોલીસે ગુનો દાખલ કર્યો
    Next Article
    Meet Alex Burkan, Real Life Tony Stark Developing Iron Man Suit With Hydrogen Reactor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment