Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GTUના કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનો કાર્યકાળ આજે પૂર્ણ:સર્ચ કમિટીની રચના ન થતાં GTUમાં કાયમીની જગ્યાએ ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરાશે, બપોરબાદ નિર્ણય

    1 day ago

    ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ના પ્રથમ મહિલા કુલપતિ ડૉ. રાજુલ ગજ્જરનો 3 વર્ષનો કાર્યકાળ આજે (3 ઓગસ્ટ) પૂર્ણ થઈ રહ્યો છે. નિયમ મુજબ, મુદત પૂરી થવાના ત્રણ મહિના પહેલાં સર્ચ કમિટીની રચના કરવાની હોય છે, પરંતુ પ્રક્રિયા શરૂ ન થઈ હોવાથી નવા કાયમી કુલપતિની પસંદગી અટકી પડી છે. પરિણામે, ગુજરાત યુનિવર્સિટીની જેમ GTUમાં પણ રાજ્ય સરકાર દ્વારા બપોર પછી ઓર્ડર જાહેર કરીને ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવશે. GTU રાજ્યની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી ડૉ. રાજુલ ગજ્જરની ઓગસ્ટ, 2023માં રાજ્ય સરકાર દ્વારા ત્રણ વર્ષ માટે કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. રાજુલ ગજ્જર GTUના ઇતિહાસમાં પ્રથમ મહિલા કુલપતિ બન્યા હતા. ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થા (IITE)ના કુલપતિ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ 2016માં સાત મહિના માટે GTUના ઇન્ચાર્જ કુલપતિ પણ રહ્યા હતા. વર્ષ 2007માં સ્થાપિત GTU આજે રાજ્યની સૌથી મોટી ટેક્નિકલ યુનિવર્સિટી છે, જેની સાથે 480થી વધુ એન્જિનિયરિંગ, ફાર્મસી, મેનેજમેન્ટ અને ડિપ્લોમા સંસ્થાઓ સંલગ્ન છે અને ચાર લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સર્ચ કમિટીની રચના ન થતાં નિમણૂકમાં વિલંબ સામાન્ય રીતે કુલપતિનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં ઓછામાં ઓછા 3 મહિના અગાઉ સર્ચ કમિટી બનાવવામાં આવતી હોય છે. તેમજ કુલપતિનું પદ ખાલી થયા તેની જગ્યા પર નવા કુલપતિની નિમણૂક કરવામાં આવતી હોય છે. પરંતુ હજુ સુધી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં નવા કુલપતિ માટે સર્ચ કમિટીની રચના કરવામાં આવી નથી. તેમજ સરકાર દ્વારા સર્ચ કમિટીની લઈને નિર્ણય ક્યારે લેવાશે તે પણ હજુ નક્કી નથી. ઇન્ચાર્જ કુલપતિના વહીવટી અધિકારોની મર્યાદા સર્ચ કમિટીની જાહેરાત કર્યા બાદ જાહેરનામું બહાર પાડવામાં આવતું હોય છે. જે બાદ અરજીઓ મંગાવવવામાં આવે છે અને ઉમેદવારોની ચકાસણી કરવામાં આવતી હોય છે, જેથી આ પ્રક્રિયામાં સામાન્ય રીતે બે-ત્રણ મહિનાનો સમય લાગે છે. એટલે સ્પષ્ટ છે કે નવા કાયમી કુલપતિની નિમણૂક શક્ય નથી, જેથી ડૉ. રાજુલ કે. ગજ્જરનો કાર્યકાળ પૂર્ણ થતા ઇન્ચાર્જ કુલપતિ મૂકવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આજે બપોર બાદ સરકાર દ્વારા ઓર્ડર જાહેર કરી ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરવામાં આવશે. જો કે ઇન્ચાર્જ કુલપતિ નિમાયા બાદ તેને વહીવટ ચલાવવાની સત્તા સોંપવામાં આવતી હોય છે, પરંતુ ઇન્ચાર્જ કુલપતિ કોઈ મોટો નિર્ણય લઈ શકતા નથી.
    Click here to Read More
    Previous Article
    માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની મતગણતરી:પહેલા રાઉન્ડના અંતે ભાજપ આગળ, બપોર પહેલા જ હાર-જીતનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
    Next Article
    Last Time Mountaineer Nirmal Purja Was Seen On PoK Peak Before Avalanche Hit

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment