Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GTને પોતાના જ ઘરમાં RCBએ હરાવ્યું:અમદાવાદના સિધુભવન રોડ પર ફેન્સનું કિડિયારું ઉભરાયું; વડોદરા, રાજકોટ અને સુરતમાં ઢોલ-નગારા સાથે લોકો ઝૂમી ઉઠ્યા

    13 घंटे पहले

    અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સને પોતાના જ ગઢમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ IPL ફાઇનલમાં 156 રનથી હરાવ્યું હતું. RCBની ભવ્ય જીત અને વિરાટ કોહલીની શાનદાર બેટિંગથી ફેન્સ મંત્રમુગ્ધ થઈ ગયા હતા, ત્યારે RCBની જીતની ગુજરાતમાં ભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ જોકે, GTની હાર થતા જ ગુજરાત ટાઇટન્સ અને શુભમન ગિલના ફેન્સમાં ભારે નિરાશા જોવા મળી હતી. અમદાવાદના સિંધુભવન રોડ પર ફેન્સનો જમાવડો અમદાવાદના સિંધુભવન રોડ ઉપર વિરાટ કોહલી અને RCBના ફેન્સ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. લોકોએ ઢોલ-નગારા સાથે રસ્તા વચ્ચે ડાન્સ કરીને ભવ્ય જીતની ઉજવણી કરી હતી. જ્યારે વડોદરામાં RCBના ફેન્સ દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. જોકે, મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ દ્વારા તમામ ફેન્સને અટકાવવામાં આવ્યા હતા. સુરત અને રાજકોટમાં કોહલી... કોહલીના નારા લાગ્યા તો બીજી તરફ સુરતના ભાગળ વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફટાકડા ફોડીને RCBની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે લોકો રસ્તા વચ્ચે કોહલી... કોહલી...ના નારા લગાવ્યા હતા, જ્યારે રાજકોટના એસ્ટ્રોન ચોક ખાતે RCB ફેન્સે ઢોલ-નગારા પર ટી-શર્ટ કાઢીને નાચી ઉઠ્યા હતા. મોટેરા વિસ્તાર RCBના રંગમાં રંગાયો હતો ઉલ્લેખનીય છે કે, GT અને RCB વચ્ચે IPL ફાઈનલ મેચ જોવા દેશભરમાંથી મોટી સંખ્યામાં ક્રિકેટરસિકો અમદાવાદ પહોંચ્યા હતા. મોદી સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં વિરાટ કોહીલના ફેન્સની ભારે ભીડ ઉમટી પડતા મોટેરા વિસ્તાર જાણે RCBના રંગે રંગાયું હોય તેવા માહોલ સર્જાયો હતો. મેંગ્લોરની સિંગર નિમિકા રત્નાકર મેચ જોવા પહોંચી આ રોમાંચક ફાઈનલ મેચ નિહાળવા કર્ણાટકના મેંગ્લોરની અને હાલ બેંગ્લોરમાં રહેતી કન્નડ અભિનેત્રી અને સિંગર નિમિકા રત્નાકર પણ ખાસ હાજર રહી હતી. નિમિકા સોશિયલ મીડિયા પર સતત વિરાટ કોહલીના ફોટોઝ પોસ્ટ કરવા માટે જાણીતી છે અને તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની બહુ મોટી ડાયહાર્ડ ફેન છે. આ પણ વાંચો: GTના ફેન્સ સામે RCBના રાવણનો દબદબો, મોદી સ્ટેડિયમ બહાર રોયલ ચેલેન્જર્સના ચાહકોનું ઘોડાપૂર ઉમટ્યું સ્ટેડિયમની બહાર વિરાટનો હમશકલ અને રાવણ ફેન્સે આકર્ષણ જણાવ્યું આ ઉપરાંત ક્રિકેટરસિકો અવનવા વેશ ધારણ કરીને પોતાની મનપસંદ ટીમને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. વિરાટ કોહલી જેવો જ આબેહૂબ દેખાતો એક યુવક આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જેની સાથે ફોટા પડાવવા માટે ફેન્સે પડાપડી કરી હતી, જ્યારે RCBનો એક ડાયહાર્ડ ફેન માથા પર ટીમ પરફોર્મન્સ અને ખેલાડીઓના ફોટોગ્રાફ્સ લગાવીને 'રાવણ' ના અનોખા લુકમાં સ્ટેડિયમ પહોંચ્યો હતો. પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ...
    Click here to Read More
    Previous Article
    JEE Advanced 2026 Results Out: Check category wise qualifying marks
    Next Article
    RCB Vs GT Live Score, IPL 2026 Final: Kohli Leads Bengaluru To Title; Sooryavanshi Named MVP

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment