Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફાઈનલ હાર્યા બાદ GTના પ્લેયર્સ રસ્તે રઝડ્યા:શોર્ટ સર્કિટના કારણે બસમાંથી ધુમાડે-ધુમાડાં નીકળ્યા, શુભમન ગિલ અને સપોર્ટ સ્ટાફ માંડ-માંડ બચ્યા

    1 week ago

    IPL-2026ની ફાઈનલના આ નિરાશાજનક અંત બાદ, રનર-અપ રહેલી ગુજરાત ટાઇટન્સની ટીમ એક મોટી દુર્ઘટનામાંથી માંડ-માંડ બચી હતી. PTIના રિપોર્ટ્સ મુજબ ફાઈનલ પછી રવિવારે રાત્રે મેચ પૂરી થયા બાદ જ્યારે ટીમ બસ નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ખેલાડીઓને લઈને અમદાવાદની હોટેલ પર પરત ફરી રહી હતી, ત્યારે બસમાં અચાનક શોર્ટ સર્કિટ થયું હતું. જેના કારણે બસમાં ધૂમાડો ફેલાયો હતો. સદનસીબે તમામ ખેલાડીઓને સમયસર અને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાથી કોઈ મોટી જાનહાની કે નુકસાન થયું ન હતું. આ ઘટનાને કારણે પ્લેયર્સે લગભગ એક કલાક સુધી રસ્તા પર જ અટવાઈ રહેવું પડ્યું હતું. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળની ગુજરાત ટાઇટન્સને પહેલાથી જ ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ બાદ જ્યારે ટીમ સ્ટેડિયમથી હોટેલ પરત ફરી રહી હતી, ત્યારે જ રસ્તામાં બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. શોર્ટ સર્કિટના કારણે બસને રોકવી પડી હતી અને ખેલાડીઓ અંદાજે એક કલાક સુધી રોડ પર જ ફસાયેલા રહ્યા હતા. જોકે, રાહતની વાત એ રહી કે કોઈ ખેલાડી કે સ્ટાફ મેમ્બરને કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ટીમ મેનેજમેન્ટે તાત્કાલિક તમામને સુરક્ષિત બહાર કાઢ્યા હતા અને બાદમાં બીજી બસ કરીને તેમને હોટેલ પહોંચાડ્યા હતા. ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે મોડી રાત્રે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી અપલોડ કરી. જેમાં તે ટીમના અન્ય ખેલાડીઓ સાથે નીચે જમીન પર બેસેલો દેખાય છે અને કેપ્શનમાં ‘બ્રેકડાઉન’ લખ્યું છે. એવું માની શકાય કે બસમાં શોર્ટ સર્કિટ થઈ હોય, ત્યારનો આ ફોટો હોય શકે. ટીમના છેલ્લા કેટલાક દિવસો અત્યંત થકવી નાખનારા રહ્યા ગુજરાત ટાઇટન્સ માટે છેલ્લા કેટલાક દિવસો સતત પડકારોથી ભરેલા રહ્યા છે. ફાઈનલ પહેલા પણ ટીમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ખરાબ હવામાનના કારણે અમદાવાદ પહોંચનારી ટીમની ચાર્ટર્ડ ફ્લાઇટ અંદાજે ત્રણ કલાક મોડી નીકળી હતી. આના કારણે ટીમ 30 મેની મોડી રાત્રે અમદાવાદ પહોંચી શકી હતી. એટલું જ નહીં, વિલંબ થવાના કારણે શુભમન ગિલ અને રજત પાટીદાર વચ્ચે યોજાનારો કેપ્ટન્સ ફોટોશૂટ પણ સ્થગિત કરવો પડ્યો હતો. ફાઈનલ પહેલા ખૂબ મુસાફરી કરી ગુજરાત ટાઇટન્સે છેલ્લા પાંચ દિવસમાં અત્યંત વ્યસ્ત શેડ્યૂલનો સામનો કર્યો. 26 મેના રોજ ધર્મશાલામાં રમાયેલા ક્વોલિફાયર-1માં ટીમનો RCB સામે પરાજય થયો હતો. આ પછી ટીમ ચંદીગઢ પહોંચી અને પછી 29 મેના રોજ મુલ્લાનપુરમાં રાજસ્થાન રોયલ્સ સામે ક્વોલિફાયર-2 રમીને ફાઈનલની ટિકિટ મેળવી હતી. સતત મુસાફરી, દબાણ અને મોટી મેચ વચ્ચે ગુજરાત ટાઇટન્સે શાનદાર સંઘર્ષ કર્યો, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર રમાયેલી ફાઈનલમાં ગુજરાતની ટીમ ટ્રોફી જીતવાથી ચૂકી ગઈ.
    Click here to Read More
    Previous Article
    Maharashtra clears Gadchiroli mining project of Lloyds Metals, says not in tiger corridor; maps show otherwise
    Next Article
    મોરબીમાં ટ્રાફિક પોલીસે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરી:નિયમભંગ કરનાર વાહનચાલકો સામે કાર્યવાહી, બ્લેક ફિલ્મ દૂર કરાઈ

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment