Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા નજીક એક્સપ્રેસવે પર ગોવાના GST ઇન્સ્પેક્ટરનું મોત:કાર ડિવાઈડર કૂદી સામેના માર્ગે પલટી મારતા સર્જાયો અકસ્માત, 3 મિત્રો ઈજાગ્રસ્ત

    12 hours ago

    ગોધરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર એક કાર ડિવાઈડર કૂદીને સામેના માર્ગે પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ગોવામાં કાર્યરત GST ઇન્સ્પેક્ટર રોહિત કાલીરમણનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું, જ્યારે કારમાં સવાર અન્ય 3 મિત્રો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. બનાવ અંગે ગોધરા તાલુકા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં GST ઇન્સ્પેક્ટરનું કરૂણ મોત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ગોધરા પાસે ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા સ્વિફ્ટ કાર ડિવાઈડર સાથે અથડાઈને સામેના રોડ પર પલટી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ગોવાના GST ઇન્સ્પેક્ટર રોહિત કાલીરમણનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. આ કાર ગોવાથી હરિયાણાના બહાદુરગઢ તરફ જઈ રહી હતી તે સમયે આ દુર્ઘટના ઘટી હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા સંદીપ, મનોજ અને જયદીપ નામના 3 મિત્રોને શરીર પર ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ હાઈવે ઓથોરિટીની એમ્બ્યુલન્સ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગોધરા તાલુકા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં સિંહણ વિફરી, રેસ્ક્યૂ કરવા ગયેલા ગાર્ડ પર હુમલો:રાત્રે બાઈક સવાર બે પર ત્રાટકી, સવારે બે ખેડૂત પર હુમલો કર્યો; 10 કલાકમાં 5 પર એટેક
    Next Article
    વડોદરામાં ગાંધી જયંતીએ વોકેથોન યોજાઈ:પોલીસની ‘ડ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત સમાજ’ માટે મેસેજ આપ્યો, પોલીસ કમિશનરે વિદ્યાર્થીઓને ડ્રગ્સ, તમાકુ અને અન્ય નશીલા પદાર્થોથી દૂર રહેવા અનુરોધ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment