Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GSRTCમાં 2,510 હેલ્પરની ભરતી:પસંદ થનાર ઉમેદવારોને ₹21,900 ફિક્સ પગાર મળશે, 5 વર્ષ માટે નિમણૂક; 11 સપ્ટેમ્બરથી ઓનલાઈન ફોર્મ ભરાશે

    6 hours ago

    ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા હેલ્પર વર્ગ-3ની સીધી ભરતી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. નિગમ દ્વારા કુલ 2,510 જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. હેલ્પરની આ જગ્યાઓ માટે પસંદગી પામનાર ઉમેદવારોને પાંચ વર્ષ માટે ₹21,900નો ફિક્સ પગાર ચૂકવવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારોએ OJAS ગુજરાતની વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. 11 સપ્ટેમ્બરથી ઓનલાઈન અરજી શરૂ ઉમેદવારો 11 સપ્ટેમ્બર 2026થી 5 ઑક્ટોબર 2026ના રાત્રે 11:45 વાગ્યા સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ભરતી માટેની સંયુક્ત પરીક્ષા અંગેની પ્રક્રિયા 7 સપ્ટેમ્બરથી 8 ઑક્ટોબર 2026 સુધી ચાલશે. કેટેગરી પ્રમાણે જગ્યાઓ કુલ 2,510 જગ્યાઓમાં વિવિધ કેટેગરીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જાહેરાત મુજબ બિનઅનામત, આર્થિક રીતે નબળા વર્ગ (EWS), સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC), અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત મુજબ જગ્યાઓ ફાળવવામાં આવી છે. ઉપરાંત માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો માટે પણ જગ્યાઓ અનામત રાખવામાં આવી છે. પ્રમાણપત્રો તૈયાર રાખવા પડશે ઉમેદવારોએ અરજી કરતા પહેલાં પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ, અનુભવ તથા અન્ય લાયકાતના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે તૈયાર રાખવાના રહેશે. અરજીમાં પ્રમાણપત્રો મુજબની વિગતો જ ભરવાની રહેશે. ખોટી વિગતોના કારણે અરજી રદ થઈ શકે છે. ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે ઓનલાઈન અરજી દરમિયાન ઉમેદવારે પોતાનો ફોટો અને સહી અપલોડ કરવાની રહેશે. જાહેરાત મુજબ ફોટો અને સહી નિર્ધારિત સાઈઝમાં JPG ફોર્મેટમાં સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે. અરજીમાં ઉમેદવારે પોતાનો જ ફોટો તથા સહી અપલોડ કરવાની રહેશે. ભરતીની તમામ માહિતી વેબસાઇટ પર ઉમેદવારોએ અરજી સંબંધિત તમામ સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચ્યા બાદ અરજી કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા દરમિયાન જરૂરી સૂચનાઓ GSRTCની સત્તાવાર વેબસાઇટ પર મુકવામાં આવશે. અરજીપત્રકમાં મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દર્શાવવાનું રહેશે અને ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી તે સક્રિય રાખવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    Cockroach Janta Party का जंतर मंतर में Protest, बवाल की आशंका | Abhijit Dipke | Social List
    Next Article
    માણેકચોકમાં ઘાંચીની પોળમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ બાદ આગ:ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment