Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂની હેરાફેરી માટે બૂટલેગરોના નવા કીમિયાથી પોલીસ ચોંકી:બૂટલેગરોએ ટ્રકમાં GPS ટ્રેકર લગાવી નજર રાખી,એક્સપ્રેસ-વે પર 18 લાખનો દારૂ જપ્ત

    13 hours ago

    દારૂની હેરાફેરી માટે જાણીતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ઉપરથી જિલ્લા એલ.સી.બી.એ ટ્રકમાંથી રૂ.18 લાખનો દારૂ પકડ્યો છે. ઝડપાયેલા ટ્રકમાંથી જીપીએસ ટ્રેકર મળી આવતાં બુટલેગરોની નજર રાખવાની નવી એમોથી પોલીસ પણ ચોંકી હતી. કરજણના સાંપાની સીમમાં પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે નં-4 પર દિલ્હી તરફ જવાના રોડ પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની બાતમીના આધારે તપાસ કરતા પ્લાસ્ટિકના ગ્લાસની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને પ્લાસ્ટિકના બોટલ, ગ્લાસ, ડબ્બા પાછળથી દારૂની પેટીઓ મળી હતી. ટ્રક ચાલક અર્જુન રામજીત બિંદ, રહે.ઉત્તર પ્રદેશે પોલીસને આ ટ્રક સકિલ મોહમ્મદ, રહે.સુલતાનપુર, હાલ દમણે આપ્યો હતો અને આગળ કહે તેને સોંપવાનું કહ્યું હતું. પોલીસે રૂ.18.17 લાખના દારૂ સહિત આઇશર ટ્રક, જીપીએસ ટ્રેકર, સહિત 28.53 લાખની મતા જપ્ત કરી કરજણ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બૂટલેગરો પાઇલટિંગને બદલે જીપીએસ ટ્રેકર લગાવે છે દારૂની હેરાફેરી માટે અગાઉ પાઇલોટિંગ થતું હતું. પરંતુ પોલીસ પકડે તો પાઇલોટિંગ કાર અને સાગરિતો ઝડપાઈ જતા હતા. જેથી હવે જીપીએસ ટ્રેકર લગાવે છે. જે પોર્ટેબલ ટ્રેકર વાયરિંગ વગર ગમે ત્યાં લગાવી શકાય છે. જેની પાછળ ચુંબક આવે છે. દારૂ ક્યાં પહોંચ્યો તે જાણવા વાહનનું લોકેશન ટ્રેક કરવા ઉપયોગી થાય છે. આ માત્ર જીપીએસ જ નહીં પરંતુ મોબાઈલ ટાવર ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, જેનાથી સચોટ લોકેશન મળે છે. આ ઉપકરણમાં ઇન-બિલ્ટ માઇક્રોફોન હોય છે. જેનાથી અવાજ પણ સંભળાય છે. આ ધૂળ અને ભારે વરસાદમાં પણ ખરાબ થતું નથી. આ ઉપકરણમાં 10 હજાર એમ.એ.એચની ઇન્ડસ્ટ્રિયલ ગ્રેડ બેટરી હોય છે.
    Click here to Read More
    Previous Article
    Demolition order against Azam Khan’s varsity vindictive, unjust: AIMPLB
    Next Article
    લેબગ્રોન ડાયમંડમાં ચમકારો:જૂનનું એક્સપોર્ટ એક વર્ષમાં 68% વધી 962 કરોડે પહોંચ્યું, 2025માં 572 કરોડ એક્સપોર્ટ થયું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment