Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    GPCBની લાલિયાવાડીનો ભોગ બનતું અંકલેશ્વરનું ઉદ્યોગ જગત:100 કરોડનો સીઈટીપી પ્રોજેક્ટ સરકારી મંજૂરીના ચક્રવ્યૂહમાં ફસાયો, ધરણા યોજી ઉધોગકારોની રજૂઆત

    2 days ago

    અંકલેશ્વરના 530 જેટલા લઘુ અને મધ્યમ ઉદ્યોગોના પર્યાવરણીય અને આર્થિક હિતોના રક્ષણ માટે તૈયાર કરાયેલો 100 કરોડનો 10 MLD ક્ષમતા ધરાવતો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ હાલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વહીવટી વિલંબનો ભોગ બન્યો છે. એક વર્ષ બાદ પણ અંતિમ પરવાનગી ન મળતા આર્થિક નુકસાનના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગકારોએ આજે ગાંધીનગર કલેક્ટરને આવેદન આપી સરકાર સમક્ષ રજૂઆત સાથે ધરણા યોજી આ બાબતનું સત્વરે નિરાકરણ લાવવાની માગ કરવામાં આવી છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની એક વર્ષ બાદ પણ મંજૂરી નહિ અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા 100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 10 MLD ક્ષમતાનો કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પ્રોજેક્ટને ઓપરેશનલ મંજૂરી આપવામાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા છેલ્લા એક વર્ષથી અનાવશ્યક વિલંબ કરવામાં આવી રહ્યો છે. આ મામલે ઉદ્યોગપતિ રમેશ દેવજીભાઈ ગાબાણી સહિતના એસોસિએશનના સભ્યોએ ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, વહીવટી વિલંબને કારણે ઉદ્યોગકારોને આર્થિક ફટકો પડી રહ્યો છે અને સરકારની છબી ખરડાઈ રહી છે. 2019માં રાજ્ય સરકારના હસ્તે ખાતમુહૂર્ત થયું હતુંઃ એસો. આ અંગે એસોસિએશન દ્વારા રજૂઆત કરાઈ છે કે, આ પ્રોજેક્ટની ખાસિયત એ છે કે તેમાં ઇઝરાયેલની પેટન્ટેડ ઓટોમેટેડ કેમોસ્ટેટ બાયોરિએક્ટર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે પરંપરાગત શુદ્ધિકરણ પદ્ધતિઓ કરતા ઘણી સસ્તી અને અસરકારક છે. 2019માં રાજ્ય સરકારના હસ્તે જ જેનું ખાતમુહૂર્ત થયું હતું. તે પ્રોજેક્ટ પાછળ અંદાજે 100 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં ઉદ્યોગકારોની મૂડી ઉપરાંત 70 કરોડની બેંક લોનનો સમાવેશ થાય છે. હાલમાં લોનના હપ્તા શરૂ થઈ ગયા હોવા છતાં પ્લાન્ટ કાર્યરત ન થઈ શકતા આર્થિક નુકસાન વધી રહ્યું છે. પ્લાન્ટથી અંકલેશ્વરના 530 જેટલા ઉદ્યોગોને રાહત મળી શકે એસોસિએશનના જણાવ્યા અનુસાર, માર્ચ 2025થી મંજૂરી મેળવવા માટેની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ એકવાર બોર્ડ દ્વારા અરજી નકારી કાઢવામાં આવ્યા બાદ તમામ ક્ષતિઓ પૂર્ણ કરી ઓક્ટોબર 2025માં ફરીથી અરજી કરવામાં આવી હતી, જે હજુ પણ વિચારણા હેઠળ છે. આ વિલંબને કારણે માત્ર આર્થિક નુકસાન જ નહીં, પરંતુ પર્યાવરણ પર પણ ગંભીર અસર પડી રહી છે. જો આ પ્લાન્ટ શરૂ થાય તો અંકલેશ્વરના 530 જેટલા ઉદ્યોગોને વાર્ષિક 700 કરોડની બચત થઈ શકે તેમ છે અને 1400 મેટ્રિક ટન જેટલું કાર્બન ઉત્સર્જન ઘટાડી શકાય તેમ છે. અધિકારીઓ દ્વારા થતાં વિલંબથી સરકારની છબી ખરડાઈ ઉદ્યોગકારોની રજૂઆત છે કે, તમામ જરૂરી દસ્તાવેજો અને ફી જમા કરાવ્યા હોવા છતાં અધિકારીઓ દ્વારા વિલંબ કરવામાં આવતા સરકારની છબી ખરડાઈ રહી છે. આવેદનપત્ર દ્વારા માગ કરવામાં આવી છે કે, જીપીસીબીને યોગ્ય માર્ગદર્શન આપીને આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવે, જેથી નાના એકમોને આર્થિક રાહત મળે અને વાયુ પ્રદૂષણમાં પણ ઘટાડો લાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ગેસ એજન્સી ધારકોનું ગ્રાહકો સાથે તોછડાઈ વર્તન:કેટરિંગ એસોસિએશને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું,એસોસિયેશન પ્રમુખે કહ્યું કે ગેસ એજન્સી ધારકોના તોછડાય ભર્યા જવાબો,પુરવઠા અધિકારીએ તપાસની આપી ખાતરી.
    Next Article
    Kutch Weather Update News | કચ્છના અબડાસાના નલિયામાં કમોસમી વરસાદ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment