Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં GNRF-રેડક્રોસનો મહારક્તદાન કેમ્પ યોજાયો:105 યુનિટ રક્ત એકત્ર, કેન્સર-થેલેસેમિયા દર્દીઓને લાભ મળશે

    3 days ago

    ગીર સોમનાથના વેરાવળ ખાતે ગરીબ નવાઝ રિલીફ ફાઉન્ડેશન (GNRF) અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુરેશી હોલ ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ ૧૦૫ યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ રક્ત કેન્સરના દર્દીઓ અને થેલેસેમિયાથી પીડિત બાળકોને લાભાર્થે ઉપયોગી થશે. આ કેમ્પ ૦૩ મે, ૨૦૨૬ ના રોજ વર્લ્ડ થેલેસેમિયા ડે અંતર્ગત યોજાયો હતો. GNRF આરોગ્ય, કલ્યાણ, આપત્તિ વ્યવસ્થાપન, વૃક્ષારોપણ અને કૌશલ્ય વિકાસ જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે. કાર્યક્રમના સંયોજક ડો. સાહિલ સાહેબ હતા. મુખ્ય અતિથિ તરીકે ઇબ્રાહિમ ખાન, હાજી અશરફ રઝા, હાજી ઇકબાલભાઈ, ઝુબેરભાઈ અને આફતાબભાઈ ઉપસ્થિત રહ્યા હતા. એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના પાંચ સભ્યોએ પણ આ કેમ્પમાં હાજરી આપી હતી. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, ગીર સોમનાથના ચેરમેન અતુલભાઈ કાનાબાર, ચેરમેન એમિરેટ્સ કિરીટભાઈ ઉનડકટ, ઓન. જોઇન્ટ સેક્રેટરી અનિશભાઈ રાચ્છ, કમિટીના સભ્ય વિમલભાઈ ગજ્જર અને ચીફ એડમિન ઓફિસર રાધાકિશન પમનાણીએ ઉપસ્થિત રહી સ્ટાફ સભ્યોનો ઉત્સાહ વધાર્યો હતો. રેડ ક્રોસ ચેરમેન અતુલભાઈ કાનાબારના આદેશ અને બ્લડ સેન્ટરના ચીફ મેડિકલ ઓફિસર ડો. ખેવનાબેન કારાવડીયાના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સ્ટાફ યોગેશ સોલંકી, ધ્રુવ દવે, રસિકભાઈ ગોસ્વામી, દિવ્યેશ અપારનાથી, રાકેશભાઈ, લક્ષ્મણભાઈ સિંધલ, મગનભાઈ ભચાણી અને દીપક ગરચર સહિતની ટીમે સેવાઓ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    SBIમાં 50 લાખના લૂંટ કેસના આરોપીને સુરત લવાયા:બિહારની કુખ્યાત કુંદન ભગત ગેંગના છે સાગરિત , જેલમાંથી રચ્યું હતું લૂંટનું ષડ્યંત્ર
    Next Article
    3,936 કરોડના સેમિકન્ડક્ટર પ્રોજેક્ટને કેન્દ્રિય કેબિનેટની મંજૂરી:ધોલેરામાં દેશનું પહેલું GaN આધારિત Micro-LED યુનિટ, 2,200થી વધુ યુવાનોને રોજગારી મળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment